• ભારતીય ફેન્સ માટે સારા સમાચાર
  • શુભમન ગિલને લઈ નવું અપડેટ સામે આવ્યું
  • ગિલ ટૂર્નામેન્ટથી નથી થયો બહાર

ભારતીય સ્ટાર ઓપનર શુભમન ગિલ વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ પહેલા ડેન્ગ્યૂ પોઝિટિવથી સંક્રમિત થયો છે.. ગિલની તબિયત બગડતી હોવાનો ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગિલ વર્લ્ડકપમાં ભારતની પ્રથમ અને બીજી મેચમાં રમશે નહીં, પરંતુ હવે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ગિલની તબિયત અંગે અપડેટ આપતા કહ્યું કે તે હજુ મેચમાંથી બહાર થયો નથી.

રાહુલ દ્રવિડે શું માહિતી આપી?

એક રિપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડે ગિલને લઈ અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, મેડિકલ ટીમ દરરોજ ગિલનું મોનિટરિંગ કરી રહી છે. અમારી પાસે 36 કલાક છે, અમે જોઈશું કે તે શું નિર્ણય લે છે. મુખ્ય કોચે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ગિલની રમત અંગે વધુમાં જણાવ્યું કે, મેડિકલ ટીમે હજુ સુધી તેને બહાર કર્યો નથી. અમે દરરોજ ગિલની દેખરેખ કરશું.

ગિલ 2023માં વનડેમાં ભારતનો ટોપ સ્કોરર

ગિલ 2023માં વનડેમાં ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. ગિલે 20 મેચની 20 ઈનિંગમાં 72.35ની એવરેજથી 1 હજાર 230 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 5 ફિફ્ટી સામેલ છે. આવી સ્થિતિમાં તે વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

8 ઓક્ટોબરે પ્રથમ મેચ રમશે ભારત

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ વર્લ્ડકપની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગિલ આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે કે નહીં. જે બાદ યજમાન ભારતની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે થશે, જ્યારે ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. ફેન્સ આ મેચની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.


  • Follow us on: