- ભારતીય ટીમને ગિલ બાદ બીજો ઝટકો લાગ્યો
- સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો
- પ્રેક્ટિસ દરમિયાન હાર્દિકને લાગ્યો બોલ
ભારતીય ક્રિકેટ ટીમ ઘરેલૂ જમીન પર વનડે વર્લ્ડકપની શરૂઆત રવિવારે કરશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. આ મેચ પહેલાં ભારતને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. પહેલાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને ડેન્ગ્યૂ થયો હતો, ત્યાં હવે ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. જેથી ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે.
ICC વનડે વર્લ્ડકપની થઈ ચૂકી છે શરૂઆત
ICC વનડે વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દરેક ફેન્સ ભારતીય ટીમના મેદાનમાં ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 5 વખતની વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 ઓક્ટોબરે મેચ રમીને કરશે. આ મેચ પહેલાં ભારતીય ફેન્સને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. શુભમન ગિલ મેદાનમાં ઉતરશે કે નહીં, તે અંગે હજુ આશંકા છે, ત્યારે હાર્દિક પંડ્યા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.
હાર્દિક પંડ્યાને ઈજા પહોંચી
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ મેચ પહેલા નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજા પહોંચી છે. બેટિંગ પ્રેક્ટિસ કરી રહેલા હાર્દિકને આંગળી પર બોલ વાગ્યો હતો. જે બાદ હાર્દિકે બેટિંગ કરી નહતી. જો કે, મળતી માહિતી અનુસાર હાર્દિકને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે હાર્દિકે વધુ પ્રેક્ટિસ ન કરવાનો નિર્ણય લીધો છે.