• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરવામાં આવ્યું આયોજન
  • વર્લ્ડકપ પહેલાં શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત થયો

ભારતમાં 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપ શરૂ થશે. આ પહેલાં આજે એટલે 29 સપ્ટેમ્બરથી વોર્મઅપ મેચ શરૂ થયા છે. ક્રિકેટના સૌથી મોટા મહાકુંભની શરૂઆત પહેલાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

શાકિબ અલ હસન ઈજાગ્રસ્ત થયો

બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ફૂટબોલ રમવા સમયે ઈજાગ્રસ્ત થયો છે. રિપોર્ટ અનુસાર, શાકિબ બંને વોર્મઅપ મેચ અને વર્લ્ડકપની પ્રથમ મેચમાંથી બહાર થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન વર્લ્ડકપની બંને વોર્મઅપ મેચમાં રમશે નહીં. આ સાથે તે વર્લ્ડકપની પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે.

શ્રીલંકા વિરુદ્ધ વોર્મઅમ મેચમાં મહેંદી હસન મિરાજ છે કેપ્ટન

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની ટીમ શ્રીલંકા વિરુદ્ધ પોતાની પ્રથમ વોર્મઅપ મેચ રમી રહી છે. આ મેચમાં સ્પિન ઓલરાઉન્ડર મહેંદી હસન મિરાજ ટીમનું નૈતૃત્વ કરી રહ્યો છે. શાકિબ અલ હસન બેટિંગ સાથે બોલિંગથી પણ ટીમને જીત અપાવી શકે છે. જેથી તેની ઈજા ટીમ માટે મોટી મુશ્કેલી બની શકે છે.

કેન વિલિયમસન પણ પ્રથમ મેચ નહીં રમે

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડને પણ વર્લ્ડકપ પહેલાં ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચમાં રમશે નહીં. વિલિયમસન ઘૂંટણની ઈજાના કારણે પ્રથમ મેચ રમશે નહીં. વિલિયનસન IPLની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી હજુ ફિટ થયો નથી.

  • Follow us on: