• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • ન્યૂઝીલેન્ડનો કેપ્ટન પ્રથમ મેચમાંથી બહાર થયો

વનડે વર્લ્ડકપ 2023 પહેલાં ન્યૂઝીલેન્ડને કેપ્ટન કેન વિલિયમસનના રૂપે મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચમાં રમશે નહીં. વિલિયમસન ઘૂંટણની ઈજાના કારણે પ્રથમ મેચ રમશે નહીં. ઉલ્લેખનીય છે કે, વિલિયમસન IPLની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.

"ટીમ વિલિયમસન પર પ્રેશર કરવા માંગતી નથી"

ન્યૂઝીલેન્ડના હેટ કોચ ગૈરી સ્ટીડે કહ્યું કે, ટીમ વિલિયમસન પર કોઈ પ્રકારનું પ્રેશર કરવા માંગતી નથી. તેમણે કહ્યું કે, અમે શરૂઆતથી જ કેનની ઈજાનો લોન્ગ ટર્મ વિચાર કર્યો છે. તે અત્યારે ફિટ થઈ રહ્યો છે. આગળ તેમણે કહ્યું કે, અમે કેનને વાપસી માટે કોઈ પ્રકારનું પ્રેશર કરશું નહીં.

લાંબા સમયથી ક્રિકેટથી છે દૂર

ઉલ્લેખનીય છે કે, વિલિયમસન માર્ચમાં IPL 2023ની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. વિલિયમસનની IPL માટે ગુજરાત ટાઈટન્સે ખરીદી કરી હતી. માર્ચ બાદ વિલિયમસન ક્રિકેટ રમ્યો નથી. હવે તે સીધો વર્લ્ડકપમાં વાપસી કરશે.

અત્યાર સુધી આવું રહ્યું વિલિયમસનનું કરિયર

વિલિયમસન અત્યાર સુધી 94 ટેસ્ટ, 161 વનડે અને 87 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ટેસ્ટમાં વિલિયમસને 54.89ની એવરેજથી 8 હજાર 124 રન બનાવ્યા છે. જેમાં 28 સદી અને 33 ફિફ્ટી સામેલ છે. આ ઉપરાંત વનડેની 153 ઈનિંગમાં તેણે 47.83ની એવરેજથી 6 હજાર 554 રન બનાવ્યા છે. જેમાં 13 સદી અને 42 ફિફ્ટી સામેલ છે. સાથે T-20 આંતરરાષ્ટ્રીયની 85 ઈનિંગમાં વિલિયમસને 2 હજાર 464 રન બનાવ્યા છે. જેમાં 17 ફિફ્ટી સામેલ છે.

  • Follow us on: