• ક્રિકેટ જગતમાં ઘણા ક્રિકેટર્સ લાઇફટાઇમ દોસ્ત બની ગયા
  • ક્રિકેજ જગતની એવી જોડીઓ જે હાલ પણ છે અતુટ
  • મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની દોસ્તી સૌથી ન્યારી 

કઈ વ્યક્તિ સાથે મિત્રતા જેવો સંબંધ ક્યારે અને ક્યાં બંધાશે તે કહી શકાય નહીં. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે લગાવ વધે તેને મિત્રતા કહેવાય. બાળપણ હોય, રમવાનો સમય હોય, શાળાનો સમય હોય કે આપણી વ્યાવસાયિક કારકિર્દી હોય, દરેક જગ્યાએ આપણે આપણી જાત સાથે મિત્રતા જેવો સંબંધ બનાવીએ છીએ. ક્રિકેટ કારકિર્દીની જેમ જ બે ખેલાડીઓ વચ્ચે હરીફાઈ હોય છે, પરંતુ બે ખેલાડીઓ સારા મિત્રો પણ હોય છે. ચાલો જાણીએ એવા ક્રિકેટરોની જોડી વિશે જેમની મિત્રતાની ચર્ચા દરેક જગ્યાએ થાય છે.


મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની જોડી

આપણે બધા જાણીએ છીએ કે મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના શાનદાર ક્રિકેટર છે, પરંતુ તે કોઈનાથી છુપાયેલું નથી કે તેઓ સારા મિત્રો પણ છે. ધોની અને રૈના બંનેએ એક જ સાથે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ બંનેએ પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL જેવી ઘણી મેચોમાં જીત અપાવી છે. આ પરથી કહી શકાય કે તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમની મિત્રતા એટલી જ ગાઢ રહી છે, જોકે આજે પણ તેમની મિત્રતા એવી જ છે.


વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં તમામ બેટ્સમેનોમાં શ્રેષ્ઠ બેટ્સમેન છે. અને મિસ્ટર 360 તરીકે ઓળખાતા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સ પોતાની શાનદાર બેટિંગ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. એબી ડી વિલિયર્સ 2011માં રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં જોડાયા ત્યારથી બંને સારા મિત્રો છે. હવે તેમની મિત્રતાની શરૂઆતને 10થી વધારે વર્ષ વીતી ગયા છે, પરંતુ તેમનો સંબંધ દિવસેને દિવસે ગાઢ બની રહ્યો છે.


સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી

જ્યારે પણ ક્રિકેટરો વચ્ચે મિત્રતાની વાત થાય છે ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનું નામ ચોક્કસથી આવે છે. ઘણા ક્રિકેટ ચાહકોને લાગે છે કે તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ સારા મિત્રો હશે, પરંતુ સચિન તેંડુલકરની સૌરવ ગાંગુલી સાથે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને મિત્રો ગાંગુલી અને તેંડુલકર એક ટીવી રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ દરમિયાન સાથે જોવા મળ્યા હતા, આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેમની મિત્રતા કેટલી ગાઢ છે.


મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ

ભારતીય યુવા ક્રિકેટર મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ IPLમાં પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમે છે. આ બંને ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક ક્રિકેટ એસોસિએશન માટે તેમની ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે. આ બંને વચ્ચેની મિત્રતા ડોમેસ્ટિક ક્રિકેટ દરમિયાન શરૂ થઈ હતી અને તે સતત આગળ વધી રહી છે.


હરભજન સિંહ અને યુવરાજ સિંહ

યુવરાજ સિંહ અને હરભજન સિંહે 2007માં T20 વર્લ્ડકપ અને 2011માં વર્લ્ડકપ દરમિયાન પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું અને આ ટીમ વિજેતા પણ બની. આ બંને શાનદાર ખેલાડી છે અને તેમની મિત્રતાની પણ દરેક જગ્યાએ ચર્ચા થાય છે. આ બે ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ વર્લ્ડકપની વિજેતા બની હતી. બંને લાંબા સમય સુધી સાથે ક્રિકેટ રમતા હતા. આ બંને ક્યારેય IPLમાં સાથે રમતા જોવા મળ્યા ન હતા, તેઓ વિરોધી ટીમમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરતા રહ્યા. આ બંને વચ્ચેની મિત્રતા બહુ લાંબી જ નહીં ઘણી ગહેરી છે, જે આજે પણ ટકી રહી છે.

  • Follow us on: