• વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર
  • 15 સભ્યોના સ્ક્વોડની કરવામાં આવી જાહેરાત
  • હરભજનસિંહે સિલેક્ટરને જણાવી ભૂલ

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજનસિંહ વર્લ્ડકપ 2023 માટે પસંદ કરવામાં આવેલી ટીમથી બિલકુલ ખુશ નથી. હરભજને તે 2 ખેલાડીઓનું નામ જણાવ્યું છે. જેને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023 દરમિયાન ખુબ મિસ કરશે. હરભજનસિંહે કહ્યું કે, વર્લ્ડકપમાં ભારતીય ટીમ યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહને મિસ કરશે.

હરભજને સિલેક્ટર્સને જણાવી તેમની મોટી ભૂલ

હરભજને કહ્યું કે, મને લાગે છે કે, ટીમમાં બે લોકોની જરૂર છે. યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર હોવાને કારણે જો તેને શરૂઆતમાં બે વિકેટ મળે તો તે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. હું એમ નથી કહેતો કે જમણા હાથના બોલરો આ કરી શકતા નથી, પરંતુ ડાબા હાથના બોલરનો સચોટ એંગલ વિકેટ મેળવવામાં મદદરૂપ થાય છે.

આ 2 ખેલાડીની પસંદગી ન કરવી વર્લ્ડકપમાં ઘાતક સાબિત થશે

ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનું ઉદાહરણ આપીને હરભજને કહ્યું કે, તમે જોઈ શકો છો કે, શાહીન અફરિદી અને મિચેલ સ્ટાર્ક કેટલા પ્રભાવી સાબિત થઈ રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ જીત્યું, ત્યારે મિચેલ સ્ટાર્કે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે પ્રથમ બોલ પર જ બ્રેંડન મેક્કુલમને આઉટ કર્યો હતો. ચહલ મેચ વિનર છે. ચહલે બીજા સ્પિનર કરતાં વધુ વિકેટ પ્રાપ્ત કરી છે.

સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમમાં 'એક્સ ફેક્ટર'

હરભજને કહ્યું, 'આટલું બધું સાબિત કર્યા પછી તે ટીમમાં હોવો જોઈએ. જો હું ટીમ મેનેજમેન્ટનો ભાગ હોત તો તે ચોક્કસપણે મારી પસંદ છે. આપણે તમામ ઇચ્છીએ છીએ કે ભારતીય ક્રિકેટ સારું કરે. આ ખેલાડીઓ વર્લ્ડકપમાં અસરકારક સાબિત થયા હોત. ભારત આ બંનેને મિસ કરશે.હરભજનના મતે સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનો 'એક્સ ફેક્ટર' બની શકે છે.

  • Follow us on: