- વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 365 રનનો ટાર્ગેટ
- ભારતને 8 વિકેટની જરૂર
- વેસ્ટ ઈન્ડીઝને 289 રનની જરૂર
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યારે પોર્ટ ઓફ સ્પેનમાં બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચ ઓફ સ્પિનર સવિચંદ્રન અશ્વિન માટે ખાસ રહી છે. અશ્વિને અત્યાર સુધી આ ટેસ્ટમાં 3 વિકેટ લીધી છે. આ સાથે જ તે ભારતના બીજા નંબરના સૌથી સફળ બોલર બન્યા છે.
અશ્વિને પોતાના નામે રેકોર્ડ કર્યો
પોર્ટ ઓફ સ્પેનમાં રમાતી ટેસ્ટમાં અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. અત્યાર સુધી અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 712 વિકેટ લીધી છે. આ રેકોર્ડમાં અનિલ કુંબલે 956 વિકેટ સાથે નંબર 1 પર છે, જ્યારે હરભજનસિંહ 711 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ વિકેટ લેનારા ખેલાડી
| વિકેટ | ખેલાડી |
| 956 | અનિલ કુંબલે |
| 712 | રવિચંદ્રન અશ્વિન |
| 711 | હરભજનસિંહ |
| 687 | કપિલ દેવ |
| 610 | જાહીર ખાન |
આ રેકોર્ડમાં અનિલ કુંબલેને પાછળ રાખ્યા
અશ્વિને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે અનિલ કુંબલેને પાછળ રાખ્યા છે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ અશ્વિને અત્યાર સુધી 5 વિકેટ લીધી છે, જ્યારે કુંબલેએ 74 વિકેટ લીધી છે. આ રેકોર્ડની યાદીમાં કપિલ દેવ 89 વિકેટ સાથે નંબર 1 પર છે.
વેસ્ટ ઈન્ડીઝ સામે કયા ખેલાડીએ કેટલી વિકેટ લીધી?
| ખેલાડી | વિકેટ |
| કપિલ દેવ | 89 |
| રવિચંદ્રન અશ્વિન | 75 |
| અનિલ કુંબલે | 74 |
| ભાગવત ચંદ્રશેખર | 65 |
બીજી ટેસ્ટ રોમાંચક
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાતી બીજી ટેસ્ટ ખૂબ રોમાંચક બની છે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો છે. જે બાદ ચોથા દિવસની રમત પૂર્ણ થવા સુધી વેસ્ટ ઈન્ડીઝ ટીમે 2 વિકેટના નુકસાને 76 રન બનાવ્યા છે. હવે પાંચમાં અને છેલ્લા દિવસે ભારતને જીત માટે 8 વિકેટની જરૂર છે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 289 રનની જરૂર છે.