• ઈન્સ્ટાગ્રામ પર ફોટો થયો ફટાફટ વાયરલ
  • અમિત શાહ સાથેના હાર્દિકના ફોટોને લઈને ચર્ચાએ પકડ્યું જોર
  • ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના ઉદ્ઘાટનમાં હાજર રહ્યો હતો હાર્દિક

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાને લઈને અનેક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. મુંબઈની કેપ્ટનશીપ કરી રહેલા પંડ્યા ઘણા સમયથી ચર્ચામાં છે. તે પોતાની કરિયરમાં પણ આગળ વધી રહ્યા છે. આ સમયે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં દાવો કરાયો છે કે હાર્દિક પંડયાએ બીજેપી જોઈન કરી લીધું છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ચર્ચામાં છે.

લોકસભાની ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયું

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના વોટિંગ માટે થોડો સમય બાકી રહ્યો છે. આ વખતે 7 તબક્કામાં મતદાન થશે અને 4 જૂને પરિણામ આવશે. આ સમયે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં દાવો કરાયો છે કે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ભાજપ જોઈન કરી લીધું છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયોને 20 હજારથી વધુ લાઈક મળી રહ્યા છે. તે વીડિયોની સચ્ચાઈ જાણવાની કોશિશ કરાય તો આ વીડિયો ખોટો હોવાનું સાબિત થઈ રહ્યું છે.

https://www.instagram.com/indoreexplorer_/ 

ફેક છે વાયરલ પોસ્ટનો દાવો

વાયરલ વીડિયોમાં હાર્દિક પંડ્યા અને અમિત શાહ એક મંચ પર જોવા મળી રહ્યા છે. આ કારણે આ વાતે જોર પકડ્યું છે. જે ફોટો અને વીડિયોને લઈને દાવો કરાઈ રહ્યો છે તે સંપૂર્ણ રીતે ખોટો છે. આ ફોટો ફેબ્રુઆરી મહિનાનો છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં લોકસભા પ્રીમિયર લીગનું ઉદ્ધાટન કર્યું હતું. તેમાં 7 બેઠકો પર મતદાન થવાનું છે. હાર્દિક પંડ્યાએ એમપી સ્પોર્ટ્સ કોમ્પીટીશન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. બાદમાં ગૃહમંત્રીએ પણ એક્સ પર પોસ્ટ કરીને તેની પુષ્ટિ કરી હતી. પોસ્ટમાં વીડિયોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે જય શાહે હાર્દિક પંડ્યાને ક્રિકેટના સુકાનીપદેથી હટાવ્યો ત્યારે અમિત શાહે તેને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધો. ક્રિકેટર હાર્દિક પંડ્યા ભાજપમાં જોડાયો. કેપ્શનમાં લખ્યું છે, "તમે શું વિચારો છો?" આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. ઘણા લોકો આ વાતને સાચી માની રહ્યા છે. જો કે, તેનું સત્ય તદ્દન વિપરીત છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા ભાજપમાં જોડાયો નથી, પરંતુ આ વીડિયો એક કાર્યક્રમનો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હાર્દિક પંડ્યાએ ભાગ લીધો હતો. તપાસમાં હાર્દિક પંડ્યાનો ભાજપમાં જોડાવાનો દાવો ખોટો નીકળ્યો છે.

  • Follow us on: