• હાર્દિક પંડ્યાની ઇજાને લઇને સામે આવી અપડેટ
  • હાર્દિક પંડ્યા IPL 2024માં કરી શકે છે વાપસી
  • વર્લ્ડકપ 2023માં હાર્દિક પંડ્યા થયો હતો ઇજાગ્રસ્ત

ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ સતત ઉઠી રહ્યો છે કે હાર્દિક પંડ્યા ક્યારે મેદાનમાં પરત ફરશે. લોકો સતત એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે તેની તબિયત હવે કેવી છે અને તે ક્યારે ભારતીય ટીમ તરફથી મેદાનમાં ઉતરશે.સોશિયલ મીડિયા પર મુફદ્દલ વોહરા નામના યુઝરે ભારતીય ઓલરાઉન્ડર વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. શેર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યા IPL 2024માં વાપસી કરી શકે છે.

વર્લ્ડકપ 2023માં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો

વર્લ્ડકપ 2023ના લીગ સ્ટેજમાં બાંગ્લાદેશ સામે ફિલ્ડિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન તેને પગની ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. હજુ સુધી તે ઇજામાંથી બહાર આવ્યો નથી. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા સામે 23 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની T20 શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને તેની ગેરહાજરીમાં ટીમની કમાન સોંપવામાં આવી છે.

હાર્દિક ગુજરાત ટાઇટન્સનો છે કેપ્ટન 

30 વર્ષીય હાર્દિક પંડ્યા IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમનું નેતૃત્વ કરે છે. તેમના નેતૃત્વમાં ફ્રેન્ચાઇઝી પણ એક વખત ટાઇટલ જીતી ચૂકી છે. આ ઉપરાંત તેમના પ્રતિનિધિત્વ હેઠળ ટીમે બીજી વખત ફાઇનલમાં પણ પ્રવેશી છે. અહીં તેમને ધોનીની આગેવાની હેઠળની CSK સામે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 189 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન 150 ઇનિંગ્સમાં તેના બેટથી 3649 રન બનાવ્યા છે. પંડ્યાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સદી અને 18 ફિફ્ટી છે. બોલિંગ કરતી વખતે તેણે એટલી જ મેચોની 180 ઇનિંગ્સમાં 174 સફળતાઓ હાંસલ કરી છે.


  • Follow us on: