- હાર્દિક પંડ્યાની ફિટનેસ અપડેટ સામે આવી
- હાર્દિક બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં થયો હતો ઈજાગ્રસ્ત
- સેમીફાઈનલ મેચમાં હાર્દિક કરશે એન્ટ્રી
હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ઓલરાઉન્ડર હજૂ ફિટ થયો નથી. હાર્દિક હવે સેમીફાઈનલમાં મેદાનમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, પુણેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં આ ખેલાડીને પગમાં ઈજા પહોંચી હતી. જે બાદ હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્જ અને ઈંગ્લેન્જ સામેની મેચમાં રમી શક્યો નહતો. એવું અનુમાન લગાવવમાં આવતું હતું, કે હાર્દિક શ્રીલંકા વિરુદ્ધ મેચ પહેલાં વાપસી કરશે, પરંતુ એવું થયું નથી.
બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં થયો હતો ઈજાગ્રસ્ત
હાર્દિક પંડ્યાને 19 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા શ્રીલંકા વિરુદ્ધ મુંબઈમાં રમાનારી મેચમાં ટીમમાં સામેલ થશે, પરંતુ ટીમનો ભાગ બનશે નહીં. અત્યારે હાર્દિક બેંગાલુરુના NCAમાં તાલીમ લઈ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ સામેની મેચ રમ્યો નહતો
ભારતીય ટીમ વર્લ્ડકપમાં અત્યાર સુધી 6 મેચ રમી છે. આ તમમ મેચમાં જીત સાથે ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો કે, ટીમમાં હાર્દિક પંડ્યા નથી. હાર્દિક 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની મેચ પણ રમી શક્યો નહતો.
હાર્દિક પંડ્યાનું પ્રદર્શન
હાર્દિક પંડ્યાને ઈજા થવાના કારણે સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સામેલ થયા હતા. હાર્દિક પંડ્યાએ વર્લ્ડકપ 2023માં 4 મેચમાં 11 રન બનાવવાની સાથે 22.60ની સરેરાશથી 5 વિકેટ લીધી છે. જેથી ક્રિકેટ ફેન્સ હાર્દિની વાપસીની રાહ જોઈ રહ્યા છે.