- હરમનપ્રીત 150 T20 રમનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી બની
- 150મી T20 મેચમાં હરમનપ્રીતે 3 હજાર રન પણ પૂરા કર્યા
- રોહિત શર્માએ કારકિર્દીમાં 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલ મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈતિહાસ રચ્યો હતો. સાથે જ આ કમાલ કરનાર તે સૌપ્રથમ ભારતીય ખેલાડી પણ બની હતી.
150 આંતરરાષ્ટ્રીય T20 મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સોમવારે T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની મેચમાં જીત મેળવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. સાથે જ ટીમની કપ્તાન હરમનપ્રીત કૌરે આ મેચમાં બે ખાસ રેકોર્ડ બનાવ્યા હતા. હરમનપ્રીતે આયર્લેન્ડ સામે કરિયરની 150મી T20 મેચ રમી રહી હતી અને T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ રમનાર ભારતીય ખેલાડી બની હતી. પુરુષ અને મહિલા ક્રિકેટમાં આ સ્થાન હાંસલ કરનાર હરમનપ્રીત પ્રથમ ક્રિકેટર છે. હરમનપ્રીતે 150 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમનાર પ્રથમ ખેલાડી બની હતી.
T20માં 3 હજાર રન પૂર્ણ કર્યા
ભારતીય મહિલા ટીમની કપ્તાન હરમનપ્રીત કૌરે પોતાની 150મી T20 મેચમાં 3 હજાર રન પણ પૂર્ણ કર્યા હતા. 3 હજાર T20 રન પૂર્ણ કરનાર હરમનપ્રીત સૌપર્થમાં ભારતીય મહિલા ખેલાડી બની હતી.

રોહિત-વિરાટ કરતા હરમનપ્રીત આગળ
આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ T20 મેચ રમવાના મામલેભારતીય પુરૂષ ટીમના કેપ્ટન રોહિત શર્માના 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ છે જેણે અત્યાર સુધી 143 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 141 T20 મેચ રમવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ડેની વ્યાટના નામે છે.