• ભારતની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાનું શાનદાર ફોર્મ યથાવત
  • T20 વર્લ્ડ કપમાં આયરલેન્ડ સામે 87 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ
  • WPLમાં સ્મૃતિ મંધાનાને RCBએ 3.40 કરોડમાં ખરીદી હતી

ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના હાલ શાનદાર ફોર્મમાં છે. મહિલા IPLમાં સૌથી મોંઘી કિંમતે વેચાયેલી સ્મૃતિ મંધાનાએ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની મેચમાં તેની T20 કરિયરનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો.


13 રન માટે સદી ચૂકી

સ્મૃતિ મંધાના T20 વર્લ્ડ કપમાં અને T20 કરિયરમાં માત્ર 13 રન માટે સદી ચૂકી ગઈ હતી. આયર્લેન્ડ સામેની મેચમાં તેણે તેના T20 કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. તેની આ શાનદાર ઈનિંગમાં સ્મૃતિએ 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જોકે T20 કરિયરમાં પહેલી ઈન્ટરનેશનલ સદી ફટકારવાનું તેનું સપનું અધૂરું રહી ગયું હતું.

મંધાનાની 40 બોલમાં ફિફ્ટી

સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામેની 87 રનની ઇનિંગમાં 40 બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી. મંધાનાની વર્તમાન વર્લ્ડ કપમાં આ સતત બીજી અડધી સદી હતી. આ પહેલાની મેચમાં સ્મૃતિએ ઇંગ્લેન્ડ સામે 52 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ સામેની ફિફ્ટી તેની કારકિર્દીની 22મી T20 ફિફ્ટી હતી.


મહિલા IPLની સૌથી મોંધી ખેલાડી

26 વર્ષીય ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાને RCBએ WPL પ્લેયર્સ ઓકેશનમાં 3.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. તે વિમેન્સ પ્રીમિયન લીગની પ્રથમ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની હતી, સાથે જ તેણે IPLમાં RCBની કેપ્ટન બનાવવામાં આવી છે.

  • Follow us on: