• ઈંગ્લેન્ડ સામે બીજી ODIમાં કેપ્ટન હરમનપ્રીતની શાનદાર સદી
  • હરમનપ્રીતે 18 ફોર 4 સિક્સરની મદદથી 143 રન ફટકાર્યા
  • ODIમાં ભારતીય મહિલા ટીમનો બીજો સૌથી મોટો સ્કોર

હરમનપ્રીત કૌરે 100 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તેણે મેચમાં 143 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન હરમનપ્રીતે 111 બોલમાં 18 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

ODIમાં બીજો સૌથી મોટો સ્કોર

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ બુધવારે સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. ભારતને આ સ્કોર સુધી લઈ જવામાં કેપ્ટન હરમનપ્રીત કૌરનો મહત્વનો ફાળો હતો, જેણે ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં પોતાની કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. મહિલા વનડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા ભારતે 2017 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે 281 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડ સામે મહિલા વનડે ક્રિકેટમાં કોઈપણ ટીમનો સર્વોચ્ચ સ્કોર પણ છે.

કેપ્ટનની વિસ્ફોટક બેટિંગ

હરમનપ્રીત કૌરે 100 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તેણે મેચમાં 143 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન હરમનપ્રીતે 111 બોલમાં 18 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટનની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 80 રન ઉમેર્યા અને 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 333 રન બનાવ્યા. પૂજા વસ્ત્રાકરે 18(16) અને દીપ્તિ શર્માએ 15(09)નું યોગદાન આપ્યું હતું.

હરલીને પ્રથમ ODIમાં ફિફ્ટી ફટકારી

ટોસ હાર્યા બાદ બેટિંગ માટે બોલાવવામાં આવતા ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર શેફાલી વર્મા (08) ફરી એકવાર વહેલી પેવેલિયનમાં પરત ફરી હતી. સ્મૃતિ મંધાનાએ તેના શાનદાર ફોર્મને ચાલુ રાખતા 51 બોલમાં 40 રન બનાવ્યા અને બીજી વિકેટ માટે યાસ્તિકા ભાટિયા (26) સાથે 54 રનની ભાગીદારી નોંધાવી. સ્મૃતિ અને યાસ્તિકાના આઉટ થયા બાદ હરમનપ્રીતે આગેવાની લીધી અને ચોથી વિકેટ માટે હરલીન સાથે 113 રનની જંગી ભાગીદારી કરી. હરલીને 72 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રન બનાવતા તેની પ્રથમ વનડે ફિફ્ટી ફટકારી હતી.


હરમનપ્રીતે પાંચમી ODI સદી ફટકારી

હરલીન પેવેલિયન પરત ફર્યા બાદ હરમનપ્રીતે ઈનિંગની ગતિ બદલી અને પોતાની પાંચમી ODI સદી પૂરી કરી. હરમનપ્રીતે 111 બોલમાં 143 રનની અણનમ ઈનિંગમાં 18 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી લોરેન બેલ, કેટ ક્રોસ, ફ્રેયા કેમ્પ, ચાર્લોટ ડીન અને સોફી એક્લેસ્ટને એક-એક વિકેટ લીધી હતી. કેમ્પ (10 ઓવર, 82 રન) અને બેલ (10 ઓવર, 79 રન) ઈંગ્લેન્ડ માટે મોંઘા સાબિત થયા હતા.

  • Follow us on: