• ODIમાં 3000 રન બનાવનાર ત્રીજી ભારતીય મહિલા ખેલાડી બની
  • મંધાનાએ 76 ODI ઇનિંગ્સમાં પોતાના 3000 રન પૂરા કર્યા
  • સૌથી ઝડપી 3000 રનનો મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો

મંધાના ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે 76 ઇનિંગ્સમાં 3000 રન પૂરા કર્યા. મંધાનાએ પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

મંધાનાએ મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ બુધવારે સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આ મેચમાં સ્મૃતિ મંધાના 40 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 51 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે મંધાનાએ વનડે ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવી છે.

ODIમાં સૌથી ઝડપી 3000 રન 

મંધાના ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે 76 ODI ઇનિંગ્સમાં પોતાના 3000 રન પૂરા કર્યા. આ સાથે મંધાનાએ પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિતાલીએ 88 ઇનિંગ્સમાં ODIમાં તેના 3000 રનના આંકને સ્પર્શ કર્યો હતો. ભારતીય ઓપનર મંધાના ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર વિશ્વની ત્રીજી ખેલાડી બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે 62 ઇનિંગ્સમાં અને મેગ લેગિંગે 64 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.


ODIમાં 3000 રન બનાવનાર ત્રીજી ભારતીય મહિલા

મંધાના વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તેમના પહેલા મિતાલી રાજ અને ભારતીય ટીમની વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌરે આ સિદ્ધિ મેળવી છે. મંધાના ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં નવ રનથી તેની સદી ચૂકી ગઈ હતી. તે 99 બોલમાં 91 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે.

  • Follow us on: