• ભારતે ઈંગ્લેન્ડના 6 બોટ્સમેનોને બોલ્ડ કર્યા
  • ODIમાં ભારતે ત્રણ વખત 6 બેટ્સમેનને કર્યા બોલ્ડ
  • વર્લ્ડકપમાં ભારતે પ્રથમ વખત 6 ખેલાડીને બોલ્ડ કર્યા

ભારતીય ક્રિકેટ ટીમે તેની છેલ્લી વર્લ્ડકપ મેચમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. તેમાંથી એક રેકોર્ડ ઈંગ્લેન્ડના ઘણા બેટ્સમેનોને બોલ્ડ કરવાનો છે. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર 229 રનના લક્ષ્યને બચાવીને 100 રનથી મેચ જીતી લીધી હતી. ભારતની આ મોટી જીતમાં ભારતીય બોલરોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

પહેલા જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડના ઓપનર ડેવિડ મલાનને બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો અને ત્યારબાદ મોહમ્મદ શમીએ પણ બેન સ્ટોક્સને સંપૂર્ણ ઓવરમાં સેટ કરીને બોલ્ડ આઉટ કર્યો. આ રીતે ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના 6 બેટ્સમેનોને બોલ્ડ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતે આવું માત્ર ત્રણ વખત કર્યું છે, જ્યારે ODI વર્લ્ડકપના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. જ્યારે ભારતીય ટીમે વિપક્ષી ટીમના 6 બેટ્સમેનને બોલ્ડ કર્યા છે.

ભારતીય ટીમે આ કારનામું ત્રણ વખત કર્યું

શારજાહના મેદાન પર 1986માં શ્રીલંકા સામે ભારતે પ્રથમ વખત આ કારનામું કર્યું હતું, જ્યારે ભારતીય બોલરોએ શ્રીલંકાના 6 બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. તે પછી, ભારતે 1993માં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વખત આવું જ કારનામું કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODI મેચમાં પણ ભારતીય બોલરોએ વિપક્ષી ટીમના 6 બેટ્સમેનને બોલ્ડ કર્યા હતા.

વર્લ્ડકપ ભારતે પ્રથમ વખત આ કારનામું કર્યું

આ વર્લ્ડકપ 2023માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની આ વર્લ્ડકપ મેચમાં ભારતે ત્રીજી વખત વિરોધી ટીમના 6 બેટ્સમેનોને બોલ્ડ આઉટ કર્યા છે. ભારતે પહેલીવાર વનડે વર્લ્ડ કપની મેચમાં આવું કારનામું કર્યું છે. જો કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની વાત કરીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં માત્ર 229 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની આખી ટીમને માત્ર 129 રનમાં આઉટ કરી દીધી હતી અને મેચ 100 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.


  • Follow us on: