- BCCIએ 5 કરોડ ઈનામી રકમની કરી જાહેરાત
- શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન
- ફાઈનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યુ
સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાયેલ સૌપ્રથમ ICC અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો હતો. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલી બોલિંગ કરતા ઇંગ્લેન્ડને 17.1 ઓવરમાં 68 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતે 14 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સૌમ્યા તિવારીએ વિનિંગ શોટ ફટકાર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌમ્યા તિવારી 24 રન બનાવીને નોટઆઉટ રહી હતી. જ્યારે કેપ્ટન શેફાલી વર્મા 15, ગોંગડી ત્રિશા 24 અને વાઇસ કેપ્ટન શ્વેતા સેહરાવતે 5 રન બનાવીને આઉટ થઈ હતી.
ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
ICC અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લેન્ડની ટીમને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા જીત માટે ફેવરીટ
સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાતા આઇસીસી અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ રમાશે. ચાલુ વર્ષે કુલ ત્રણ ICC વર્લ્ડ કપ રમાવાના છે ત્યારે ભારત પાસે વર્ષનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાની તમામ તક રહેશે. ચાલુ મહિને વિમેન્સ T20 વર્લ્ડ કપ તથા વર્ષના અંત ભાગમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. શેફાલી વર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ હતી.

ભારતની ફાઇનલ સુધીની મજેદાર સફર
પોશ્વફેસ્ટ્રુમ ખાતે ભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે એકતરફી અંદાજમાં વિજય હાંસલ કર્યો હતો પરંતુ ફાઇનલનો માર્ગ તેના માટે આસાન રહેશે નહીં. ઇંગ્લેન્ડની ટીમે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી અને તેણે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ, રવાન્ડા, પાકિસ્તાન તથા ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. ભારતીય ટીમે છ મેચમાં પાંચ વિજય હાંસલ કર્યા હતા. એક મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારતે ફાઇનલ સુધીની સફરમાં ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, સ્કોટલેન્ડ, યુએઇ તથા સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.
શેફાલી-શ્વેતા પર રહેશે નજર
ICC અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ સિઝનમાં 18 વર્ષીય શ્વેતા સેહરાવતે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને તેણે છ મેચમાં 292 રન બનાવ્યા છે અને તે ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. સુકાની શેફાલીએ છ મેચમાં 157 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર પાર્શવી ચોપરાએ પાંચ મેચમાં નવ વિકેટ હાંસલ કરી છે. તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 20 રનમાં ત્રણ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. સેમિફાઇનલમાં શ્વેતાએ 45 બોલમાં અણનમ 61 રન બનાવીને કિવિ બોલર્સને હતાશ કર્યા હતા.