• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • મેચ શરૂ થયા પહેલાં ખેલાડીઓએ રાખ્યું હતું મૌન

તાજેતરમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં હજારો લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યારે દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ પહેલા ખેલાડીઓએ જીવ ગુમાવનારાઓને યાદ કર્યા હતા. આટલું જ નહીં બંને ટીમના ખેલાડીઓએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને 2 મિનિટનું મૌન રાખ્યું હતું.

6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

રિપોર્ટ અનુસાર, ગત બુધવારે ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ કુદરતી આફત એટલી શક્તિશાળી હતી કે તેના આંચકા 10 કિમી (6.21 માઈલ)ની ઊંડાઈ સુધી અનુભવાયા હતા. આ ભયાનક ભૂકંપમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ જાનેલવા દુર્ઘટનામાં અનેક ગામો તબાહ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના 2 દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપમાંથી એક છે.

રાશિદ ખાને ફી દાન કરવાની જાહેરાત કરી હતી

દેશની આ મોટી દુર્ઘટના બાદ સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન પણ ખૂબ જ ઉદાસ દેખાતા હતા. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. આ દરમિયાન રાશિદ ખાને જાહેરાત કરી હતી કે, તે વર્લ્ડકપ 2023 માટે મળેલી સંપૂર્ણ ફી દાન કરશે.

રાશિદ ખાને શું પોસ્ટ કરી હતી?

25 વર્ષીય ઓલરાઉન્ડરે પોસ્ટ કર્યું હતું કે, 'અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત, હેરાત, ફરાહ અને બડગીસમાં આવેલા ભૂકંપ અંગે જાણીને હું ખૂબ જ દુઃખી છું. હું વર્લ્ડકપ 2023 માટે મારી તમામ ફી ભૂકંપ પીડિતોની મદદ માટે દાન કરી રહ્યો છું. અમે ટૂંક સમયમાં ભંડોળ એકત્રીકરણ અભિયાન પણ શરૂ કરીશું. જે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હશે.

  • Follow us on: