• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શમીનો કહેર જોવા મળ્યો
  • શમીએ ઓસ્ટ્રેલિયાના 5 ખેલાડીને કર્યા આઉટ
  • 16 વર્ષ બાદ 5 વિકેટ લેવાનું કારનામું કર્યું

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલીમાં રમાઈ રહેલી વનડે મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કમાલ કર્યો છે. શમીએ પોતાની ઘાતક બોલિંગની ઓસ્ટ્રેલિયાનો બેટિંગ ઓર્ડર ધ્વસ્ત કર્યો છે. પ્રથમ વનડે મેચમાં શમીએ 10 ઓવર બોલિંગ કરી હતી. જેમાં શમીએ 51 રન આપીને 5 વિકેટ લીધી છે. 16 વર્ષ બાદ ભારતીય બોલરે ઘરેલૂ જમીન પર વનડેમાં 5 વિકેટ લીધી છે.

શમીએ આ બેટ્સમેનોને પવેલિયનનો રસ્તો બતાવ્યો

મોહાલી વનડેમાં ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ ટીમનું નૈતૃત્વ કરી રહ્યો છે. આ ફોર્મેટમાં દુનિયાના નંબર વન બેટ્સમેન મોહમ્મદ સિરાઝને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી તેની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. શમીએ આ મેચમાં ઓસ્ટ્રેલિયાના 5 ખેલાડીને પવેલિયનનો રસ્તો બતાવ્યો છે. જેમાં સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યૂ શોર્ટ અને સીન એબોટ સામેલ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વધુ વિકેટ લેનારો બીજો ભારતીય

મોહાલીમાં 5 વિકેટ લઈને શમીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શમીની હવે વનડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 37 વિકેટ થઈ છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બન્યો છે. આ રેકોર્ડ લિસ્ટમાં 45 વિકેટ સાથે કપિલ દેવ પ્રથમ નંબરે છે.

શમીએ કરિયરનું બેસ્ટ પ્રદર્શન કર્યું

વનડે ક્રિકેટમાં શમીએ બીજી વખત 5 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં આ શમીનું બેસ્ટ પ્રદર્શન છે. આ પહેલાં 2019માં શમીએ 69 રન આપીને 5 વિકેટ લીધી હતી. શમીના નામે હવે 93 વનડે મેચમાં 170 વિકેટ લેવાનો રેકોર્ડ છે.

  • Follow us on: