- ભારત વિરુદ્ધ ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની જીત
- પ્રથમ 2 વનડેમાં ભારતની થઈ હતી જીત
- ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ તનવીર સંઘાને ટીમમાં આપ્યું સ્થાન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની વનડે મેચની સીરિઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં ભારતીય મૂળના સ્પિનર તનવીર સંઘાને સ્થાન મળ્યું હતું. તનવીરનું પરિવાર પંજાબનું છે. સંઘાને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવાનો શ્રેય પૂર્વ સ્પિનર ફવાદ અહમદને આપવામાં આવે છે.
તનવીર સિડનીના દક્ષિણ-પશ્ચિમ ઉપનગરમાં રહે છે
તનવીર સંઘા સિડનીના દક્ષિણ-પશ્ચિમ ઉપનગરમાં રહે છે અને તેમણે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ફાસ્ટ બોલર તરીકે કરી હતી, પરંતુ તે બાદ તેમણે લેગ સ્પિનર બનવાનો નિર્ણય લીધો હતો. સંઘાને 18 વર્ષની ઉંમરમાં ન્યૂ સાઉથ વેલ્સ બ્લૂઝની ટીમમાં રમવાની તક મળી હતી. જે બાદ તે ઓસ્ટ્રેલિયન T-20 લીગ બિગ બેશમાં સિડની થંડર ટીમમાટે રમ્યો હતો.
2020માં અંડર-19 વર્લ્ડકપમાં પણ મળ્યું હતું સ્થાન
વર્ષ 2020માં સાઉથ આફ્રિકામાં રમવામાં આવેલા અંડર-19 વર્લ્ડકપ માટે તનવીરને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું હતું. આ ઈવેન્ટમાં તનવીરે 11 મેચમાં 24 વિકેટ પોતાના નામે કરી હતી. તેમણે વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયાના મુખ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તનવીર સંઘાના પરિવારને લઈ વાત કરવામાં આવે તો, તેમના પિતા જોગા સંઘા સિડનીમાં એક ટેક્સી ડ્રાઈવર છે. તનવીરની માતા ઉપનીત સિડનીમાં એકાઉન્ટેન્ટ તરીકે કામ કરે છે.
T-20 ડેબ્યૂમાં 4 વિકેટ લીધી હતી
તનવીરે પોતાના આંતરરાષ્ટ્રીય T-20 ડેબ્યૂમાં 4 વિકેટ લીધી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા માટે T-20 આંતરરાષ્ટ્રીય મેટમાં ડેબ્યૂમાં બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શશ કરનારો બોલર બન્યો હતો. તનવીર પહેલાં વર્ષ 2005માં ફાસ્ટ બોલર માઈકલ કાસ્પ્રોવિચે પોતાની ડેબ્યૂ મેચમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા માટે ઝાંપાનો બની શકે વિકલ્પ
ઓસ્ટ્રેલિયન ટીમમાં અત્યારે મુખ્ય સ્પિનરની ભૂમિકા એડમ ઝાંપા નિભાવી રહ્યા છે. જે આગામી વર્લ્ડકપ માટે જાહેર ટીમમાં સામેલ છે. આવી સ્થિતિમાં જો મેગા ઈવેન્ટ દરમિયાન ઝાંપા અનફિટ જાહેર થશે, તો તેની જગ્યાએ તનવીર સંઘા ઓસ્ટ્રેલિયન ટીમમાં શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.