• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે
  • પ્રથમ 2 વનડે મેચમાં ભારતની થઈ જીત
  • ગિલ, હાર્દિક, શમી વિના ટીમ મેદાનમાં ઉતરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી 3 વનડે મેચની ત્રીજી અને અંતિમ મેચ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પહેલાં રમાયેલી 2 વનડે મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. પ્રથમ મેચમાં ભારતની 5 વિકેટે અને બીજી વનડેમાં ભારતીય ટીમની 99 રને જીત થઈ હતી. તે સાથે જ ત્રીજી સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ 66 રને જીત નોંધાવી છે. ભારતે 49.4 ઓવરમાં 10 વિકેટના નુકસાન સાથે 286 રન કર્યા હતા. 

ભારતની ઈનિંગ

286/10 (50 ઓવર)- 50 ઓવરના અંતે ભારતનો 286 સ્કોર છે. આ સથે ભારત ઓલઆઉટ થયું છે. તે સાથે જ ત્રણ વનડેની છેલ્લી સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ જીતી નોંધાવી છે. તેમ છતા ભારતે 2-1 સીરિઝ જીતી લીધી છે. 46મી ઓવર કમિન્સે બોલિંગ કરતા એક વિકેટ ઝડપી 3 રન આપ્યા છે. કમિન્સના પહેલા બોલ પર લાબુશેને બુમરાહને કેચ આઉટ કર્યા છે. બુમરાહે 11 બોલમાં 5 રન બનાવ્યા હતા. જેમાં ફોર સામેલ છે. તે સાથે જ મોહમ્મદ સિરાજ મેદાન પર આવી ગયા છે. 47મી ઓવરમાં ભારતના ખાતામાં 1 રન આવ્યો છે. 48મી ઓવરના અંતે ભારતે 7 રન કર્યા છે. જેમાં ગ્રીનની ત્રીજી બોલ પર જાડેજાએ ફોર ફટકારી હતી. 48મી ઓવરના અંતે ભારતે 6 રન મેળવ્યા છે. જેમાં જાડેજે બીજા બોલ પર સિક્સ ફટકારી હતી. જે બાદ તનવીર સંધાની ત્રીજા બોલ પર LBW થયો હતા. જાડેજાએ 36 બોલમાં 35 રન બનાવ્યા છે. જેમાં ત્રણ 4 અને એક 6 ફટકારી હતી. જે બાદ પ્રસિદ્ધ કૃષ્ણા મેદાન પર આવી ગયા છે. છેલ્લી 50મી ઓવરમાં ભારતે 0 રન સાથે ઓલઆઉટ થયું છે.  

269 /7 (45 ઓવર)- 45 ઓવરના અંતે ભારતનો 269 સ્કોર છે. આ સાથે જ ભારત 7 વિકેટના નુકસાન સાથે જાડેજા અને બુમરાહ ક્રિઝ પર રમી રહ્યા છે. 41મી ઓવરમાં મેક્સવેલે બોલિંગ કરતા ભારતને 4 રન આપ્યા છે. 42મી ઓવરના મેક્સવેલે બોલિગ કરતા ઓવરના અંતે ભારતના ખાતામાં એક વિકેટના સાથે 2 રન આવ્યા છે. મેક્સવેલના પાંચમા બોલ પર કુલદીપને હેઝલવુડે બોલ્ડ કર્યા છે. યાદવના પેલેવિયન ફરતાની સાથે જસપ્રિત બુમરાહ ક્રિઝ પર આવી ગયા છે. 43મી ઓવરમાં મેક્સવેલે બોલિંગ કરતા ભારતના ખાતામાં 7 રન જ આપ્યો હતો. 44મી ઓવરમાં કમિન્સે ભારતને 8 રન આપ્યા છે. જેમાં ચોથા બોલ પર બુમરાહે 4 ફટકારી હતી. 45મી ઓવરના મેક્સવેલે બોલિંગમાં ઓવરના અંતે બુમરાહ અને જાડેજાએ 3 રન બનાવ્યા છે. 

251/6(40 ઓવર)- 40 ઓવરના અંતે ભારતે 6 વિકેટના નુકસાન સાથે 251 રન કર્યા છે. તેમજ 36મી ઓવરમાં ભારતે વધુ એક વિકેટ ગુમાવી છે. 36મી ઓવરની અંતે ભારતે એક વિકેટના નુકસાન સાથે 3 રન કર્યા છે. સ્ટાર્કની બોલ પર કેએલ રાહુલ કેરીના હાથે કેચ આઉટ થયા હતા. કેએલ રાહુલે 30 બોલમાં 20 રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગમાં 2 ફોર ફટકારી હતી. રાહુલના પેવેલિયન ફરતાની સાથે સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવી ગયા છે. 37મી ઓવરમાં તનવીર સંધાએ બોલિંગ કરતા ભારતને 8 રન જ આપ્યા છે. જેમાં સૂર્યકુમાર યાદવે ફોર ફટકારી હતી. 38મી ઓવરમાં હેઝલવુડે 11 રન આપી એક વિકેટ ઝડપી છે. બીજી બોલ પર સૂર્યકુમાર યાદવ મેક્સવેલના હાથે કેચ આઉટ થયા હતા. જાડેજા ક્રિઝ પર આવી ગયા છે. જડ્ડુએ મેદાનમાં આવતાની સાથે જ દેખાડ્યો જાદુ પાંચમા અને છઠ્ઠા બોલ પર ફોર ફટકારી છે. 39મી ઓવરના અંતે મેક્સવેલે એક વિકેટ સાથે 6 રન આપ્યા છે. મેક્સવેલના બીજા બોલ પર અય્યરે સિક્સ ફટકારી હતી. જ્યારે ત્રીજા બોલ પર શ્રેયસ અય્યર આઉટ થયા છે. અય્યરે 43 બોલમાં 48 રન બનાવ્યા હતા. જેમાં 1 ફોર અને 2 સિક્સ સામેલ છે. તે સાથે જ કુલદીપ યાદવ મેદાન પર આવી ગયા છે. 40મી ઓવરમાં હેઝલવુડે બોલિંગ કરતા ભારતને 2 રન આપ્યા છે. 

221/3 (35 ઓવર)- 35 ઓવરના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન સાથે 221 છે.31મી ઓવરમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે મળીને ઓવરના અંતે 11 રન બનાવ્યા છે. જેમાં તનવીર સંધાની ત્રીજી બોલ પર સિક્સ ફટકારી હતી. 32મી ઓવરના અંતે ભારતના ખાતામાં 7 રન આવ્યા છે. જેમાં કેએલ રાહુલની ફોર સામેલ છે. 33મી ઓવરના અંતે ભારતના ખાતામાં માત્ર 3 રન જ આવ્યા છે. તે સાથે 34મી ઓવરના અંતે સ્ટાર્કે બોલિંગ કરતા ભારતના ખાતામાં 6 રન આપ્યા છે. 35મી ઓવરના ભારતના ખાતામાં 9 રન આવ્યા છે.

185/3 (30 ઓવર)- 30 ઓવરના અંતે ભારતનો સ્કોર 185 છે. તે સાથે જ ભારતે વિરાટ કોહલીના રુપે એક વિકેટ ગુમાવી છે. 26મી ઓવરમાં ભારતે 9 રન કર્યા છે. ગ્રીનના ચોથા બોલમાં કોહલીએ ફોર ફટકારી હતી. 27મી ઓવરમાં ગ્રીને બોલિંગ કરતા 5માં બોલ પર કોહલીને સ્મિથના હાથે રન આઉટ કર્યા હતા. કોહલીએ તેની ઈનિંગમાં 61 બોલમાં 56 રન બનાવ્યા હતા. જેમાં 5 ફોર અને એક સિક્સ ફટકારી હતી. તે સાથે જ કેએલ રાહુલ ક્રિઝ પર આવી ગયા છે. 28મી ઓવરના અંતે ભારતના ખાતામાં માત્ર 1 જ રન આવ્યો છે. 29મી ઓવરના મેક્સવેલે બોલિંગ કરતા ભારતને 7 રન આપ્યા છે. જેમાં ત્રીજા બોલમાં કેએલ રાહુલે ફોર ફટકારી હતી. 30મી ઓવરના અંતે ભારતના ખાતામાં 6 રન આવ્યા છે. 

159/2 (25 ઓવર)- 25 ઓવરના અંતે ભારતે બે વિકેટના નુકસાન સાથે રન 159 બનાવ્યા છે. 21મી ઓવરમાં મેક્સવેલના હાથે રોહિત કેચ આઉટ થયા હતા. 21મી ઓવરમાં ભારતના ખાતામાં 9 રન આવ્યા છે. આ ઓવરના ચોથા બોલમાં રોહિતે સિક્સ ફટકારી હતી. જ્યારે મેક્સવેલની છેલ્લી બોલ પર રોહિત કેચ આઉટ થયા હતા. રોહિતે 57 બોલમાં 81 રન બનાવ્યા હતા. જેમાં રોહિતે તેની ઈનિંગમાં પાંચ 4 અને 6 સિક્સ ફટકારી હતી. તે સાથે જ શ્રેયસ અય્યર ક્રિઝ પર આવી ગયા છે. જે સાથે 22મી ઓવરના અંતે ભારતે 5 રન બનાવ્યા છે. 23મી ઓવરના અંતે મેક્સવેલ બોલિંગ કરતા ભારતના ખાતામાં માત્ર 2 જ રન આપ્યા છે. 24મી ઓવરમાં હેઝલવુડે બોલિંગ કરતા ભારતને 5 રન આપ્યા છે. 25મી ઓવરમાં મેક્સવેલની બોલિંગમાં ઓવરના અંતે ભારતે 3 રન બનાવ્યા છે. 

135/1 (20 ઓવર)- 20 ઓવરના અંતે એક વિકેટના નુકસાન પર ભારતનો 135 સ્કોર છે. 16મી ઓવરના અંતે રોહિત-વિરાટે રન 11 બનાવ્યા છે. જેમાં કોહલીએ પેટ કમિન્સની બીજી અને ત્રીજી બોલ પર 4 ફટકારી હતી. 17મી ઓવરના અંતે ભારતના ખાતામાં 4 રન આવ્યા છે. 18મી ઓવરમાં સ્ટાર્કે બોલિંગ કરતા ભારતને 9 રન આપ્યા છે. 19મી ઓવરના અંતે ભારતે 10 રન બનાવ્યા છે. જેમાં બીજા બોલ પર કોહલીએ 4 અને ચોથા બોલ પર રોહિતે 4 ફટકારી હતી. 20મી ઓવરમાં સ્ટાર્કની બોલિંગમાં ભારતે ઓવરના અંતે 10 રન બનાવ્યા છે. જેમાં કોહલીએ ત્રીજા બોલ પર સિક્સ ફટકારી હતી. 

91/1 (15 ઓવર)- 15 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 91 છે. જેમાં 74 રને ભારતે તેની પહેલી વિકેટ ગુમાવી છે. 11મી ઓવરમાં ભારતે પોતાના ખાતામાં 2 રન નોંધાવ્યા છે. આ ઓવરના પાંચમા બોલ પર મેક્સવેલની ઓવરમાં 74 રને ભારતે વોશ્ગિંટન સુંદરના નામે ગુમાવી એક વિકેટ. મેક્સવેલની બોલ પર સુંદર લાબુશેનના હાથે કેચ આઉટ થયા હતા. વોશ્ગિંટને 30 બોલમાં 18 રન બનાવ્યા હતા. જેમાં એક 4 અને એક 6 સામેલ છે. વિરાટ કોહલી ક્રિઝ પર આવી ગયા છે. 12મી ઓવરના અંતે રોહિત અને કોહલીએ પાર્ટનશીપમાં 4 રન કર્યા છે. 13મી ઓવરના અંતે તનવીર સંધાની બોલિંગમાં ભારતે 6 રન બનાવ્યા છે. જેમાં પહેલા બોલ પર કોહલીએ 4 સામેલ છે. 14મી ઓવરમાં પેટ કમિન્સની બોલિંગમાં રોહિત-વિરાટે ભાગીદારી કરીને 4 રન બનાવ્યા છે. 15મી ઓવરના અંતે ભારતના ખાતામાં 3 રન આવ્યા છે. 

72/0 (10 ઓવર)- 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 72 છે. રોહિત અને સુંદર પાર્ટનરશીપમાં 50 રન બનાવી ક્રિઝ પર અણનમ રમી રહ્યા છે. રોહિતે શર્માએ પોતાની ફિફ્ટી પૂરી કરી છે. 6 ઓવરના અંતે હેઝલવુડની ઓવરમાં રોહિત અને વોશ્ગિંટને 11 રન બનાવ્યા છે. ત્રીજા બોલ પર વોશ્ગિંટને 4 અને છેલ્લા બોલ પર રોહિતે 6 ફટકારી હતી. 7મી ઓવરમાં રોહિતની આક્રમકતા જોવા મળી. રોહિતે બે 6 ફટકારી હતી. તે સાથે જ ઓવરના અંતે 13 રન બનાવ્યા છે. 8મી ઓવરમાં ગ્રીનની બોલિંગમાં રોહિત અને વોશ્ગિંટને 3 રન મેળવ્યા છે. 9મી ઓવરમાં કમિન્સની બોલિંગમાં ભારતના ખાતામાં 7 રન આવ્યા છે. ચોથા બોલ પર વોશ્ગિંટને સુંદર સિક્સ ફટકારી હતી. 10મી ઓવરના અંતે ગ્રીનની બોલિંગમાં રોહિત અને સુંદરે 6 રન બનાવ્યા છે. તેમજ ત્રીજી બોલ પર રોહિત કેચ આઉટ થતા બચ્યા હતા. જેમાં રોહિતે 30 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે. છેલ્લી બોલ પર રોહિતે 4 ફટકરી હતી. . 

32/0 (5 ઓવર)- 5 ઓવરના અંતે રોહિત શર્મા અને વોશ્ગિંટન સુંદરે 32 રન સાથે એક પણ વિકેટના નુકસાન વિના અણનમ રમી રહ્યા છે. જો વાત કરીએ ઓવરની તો પહેલી ઓવરમાં સ્ટાર્કે બોલિંગ કરતા 6 રન આપ્યા છે. જેમાં રોહિત શર્માએ 4 ફટકારી છે. 2જી ઓવરમાં જોશ હેઝલવુડે બોલિંગ કરતા માત્ર 2 જ રન આપ્યા છે. જેમાં રોહિત અને સુંદરે 1-1 રન કર્યા હતા. ત્રીજી ઓવરમાં રોહિતનો જાદુ જોવા મળ્યો. સ્ટાર્કની બીજી અને ત્રીજી બોલ પર રોહિતે 4 અને 6 સિક્સ ફટકારી હતી. ચોથી ઓવરમાં હેઝલવુડે 5 રન આપ્યા હતા. જેમાં રોહિતે છેલ્લા બોલ પર શાનદાર ફોર ફટકારી હતી. પાંચમી ઓવરમાં સ્ટાર્કની બોલ પર સુંદર અને રોહિતે છેલ્લા બોલ પર શાનદાર સિક્સ ફટકારી હતી. ભારતના ઓપનર ક્રિઝ પર આવી ગયા છે. રોહિત શર્મા સાથે શુભમન ગીલના સાથે વોશ્ગિંટન સુંદર ઓપનિંગ કરતા જોવા મળશે. 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ત્રીજી વનડે મેચની પ્રથમ ઈનિંગ પૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 352 રન બનાવ્યા છે. જેથી ભારતને જીત માટે 353 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી મિશેલ માર્શ છે. જેણે 84 બોલમાં 96 રન બનાવ્યા હતા. જે બાદ સ્ટીવ સ્મિથે 61 બોલમાં 74 રન બનાવ્યા હતા.

352 /7(50 ઓવર)- 50 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના નુકસાન સાથે 35 રન બનાવ્યા છે. 49મી ઓવરમાં બુમરાહના બોલ પર લાબુશેન અય્યરના હાથે કેચ આઉટ થયા છે. 46મી ઓવરમાં બુમરાહે બોલિંગ કરતા 9 રના આપ્યા હતા. જેમાં લાબુશેનની એક 4 પણ સામેલ છે. 47મી ઓવરમાં બુમરાહે 8 રન આપ્યા છે. જેમાં ચોથા બોલ પર લાબુશેને 4 ફટકારી હતી. 48મી ઓવરમાં સિરાજે બોલિંગ કરતા 6 રન આપ્યા હતા. જેમાં ત્રીજા બોલ પર લાબુશેને 4 ફટકારી હતી. 49મી ઓવરમાં બુમરાહે બોલિંગ કરતા 5 રન આપી એક વિકેટ ઝડપી છે. બુમરાહની બોલ પર લાબુશેન શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ થયા છે. જેમાં લાબુશેને 58 બોલમાં 72 રન બનાવ્યા જેમાં 9 ફોર સામેલ છે. તે સાથે જ ક્રિઝ પર મિશેલ સ્ટાર્ક આવી ગયા છે. 50મી ઓવરના અંતે સિરાજે બોલિંગ કરતા 7 રન આપ્યા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 352 રન સાથે પૂરી થઈ છે. 

317/6 (45 ઓવર)- 45 ઓવરના અંતે ઓસ્ટ્રિલિયાએ 6 વિકેટના નુકસાન સાથે 317 રન બનાવ્યા છે. 43મી ઓવરમાં કેમરોન ગ્રીન કુલદીપના બોલ પર અય્યરના હાથે કેચ આઉટ થયા હતા. 41મી ઓવરમાં કુલદીપે 5 રન આપ્યા હતા. ત્યાર બાદ જાડેજાએ 42મી ઓવરમાં 3 રન આપ્યા હતા. 43મી ઓવરમાં કુલદીપે 9 રન આપતાની સાથે એક વિકેટ ઝડપી હતી. જેમાં પહેલા બોલ પર લાબુશેને ફોર ફટકારી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર કુલદીપના બોલ પર કેમરોન ગ્રીનને અય્યરે કેચ આઉટ કર્યા હતા. ગ્રીને 13 બોલમાં 9 રન બનાવ્યા હતા. જેમાં એક 4 સામેલ હતી. ત્યારબાદ પેટ કમિન્સ ક્રિઝ પર આવ્યા. મેદાનમાં આવતાની સાથે જ કમિન્સે કુલદીપની ચોથી બોલ પર 4 ફટકારી હતી. 44મી ઓવરના અંતે બુમરાહે 6 રન આપ્યા. 45મી ઓવરમાં કુલદીપ યાદવે બોલિંગ કરતા 8 રન આપ્યા હતા. 

286/5(40 ઓવર)- 40 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકસાન સાથે 286 રન બનાવ્યા છે. 36મી ઓવરના અંતે કૃષ્ણાએ બોલિંગ કરતા 7 રન આપ્યા છે. 37મી ઓવરમાં બુમરાહે બોલિગં કરતા 6 રન આપી એક વિકેટ ઝડપી હતી. જેમાં ત્રીજા બોલ પર કેરીએ ફોર ફટકારી હતી. અને છેલ્લા બોલ પર બુમરાહના બોલ પર કેરી વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કર્યા હતા. કેરીએ 19 બોલમાં 11 રન બનાવ્યા હતા. જેમાં એક 4 સામેલ હતી. આ સાથે જ ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર આવ્યા. 37મી ઓવરમાં જાડેજાએ 9 રન આપ્યા છે. જેમાં લાબુશેનની એક 4 સામેલ છે. 39મી ઓવરમાં બુમરાહે બોલિંગ કરતા 5 રન આપ્યા હતા અને છેલ્લા બોલ પર મેક્સવેલને આઉટ કર્યા હતા. મેક્સવેલે 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. 40મી ઓવરના અંતે જાડેજાએ 5 રન આપ્યા છે. આ સાથે જ કેમરોન ગ્રીન મેદાન પર આવી ગયા છે. 40મી ઓવરના બીજા બોલ પર ગ્રીને 4 ફટકારી હતી. 

254/3(35 ઓવર)- 35 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટના નુકસાન સાથે 254 રન બનાવ્યા છે. જેમાં 32મી ઓવરમાં સિરાજે સ્મિથને એલબીડબ્લૂ આઉટ કર્યા હતા. વોશ્ગિંટને તેની 8મી ઓવર ફેકતાં 31મી ઓવરના અંતે 7 રન આપ્યા છે. જેમાં લાબુશેને ત્રીજા બોલ પર 4 ફટકારી હતી. 32મી ઓવરમાં સિરાજે 5 રન આપી1 વિકેટ ઝડપી છે. જેમાં બીજા બોલ પર સ્મિથે સિક્સ ફટકારી હતી. જ્યારે ત્રીજા બોલ પર સિરાજે સ્મિથને LBW કર્યો હતો. સ્મિથે 61 બોલમાં 74 રન બનાવ્યા હતા. જેમાં 8 ફોર અને એક સિક્સ સામેલ છે. આ સાથે જ એલેક્સ કેરી મેદાનમાં આવી ગય છે. 33મી ઓવરના અંતે સુંદરે બોલિંગ કરતા 2 રન આપ્યા છે. 34મી ઓવરમાં કૃષ્ણાએ બોલિંગ કરતા 6 રન આપ્યા હતા. જેમાં છેલ્લા બોલ પર લાબુશેને 4 ફટકારી હતી. 35મી ઓવરના અંતે સુંદરે 4 રન આપ્યા છે. 

230/2 (30 ઓવર)- 30 ઓવરના અંતે ઓસ્ટ્રલિયાએ 200નો આંકડો પાર કર્યો છે. જેમાં 28મી ઓવરમાં કુલદીપે મિશેલ માર્શને 84 બોલમાં 96 રને પ્રસિદ્ધ કૃષ્ણાને હાથે કેચ આઉટ કરાવ્યા છે. 26મી ઓવરના અંતે કુલદીપે 8 રન આપ્યા છે. જેમાં ચોથા બોલ પર ફોર ફટકારી હતી. 27મી ઓવરના અંતે વોશ્ગિંટન સુંદરે બોલિંગ કરતા 6 રન આપ્યા છે. જેમાં બીજા બોલ પર મિશેલ માર્શે 4 ફટકારી હતી. 28મી ઓવરના અંતે કુલદીપે બોલિંગ કરતા 13 રન આપીને એક વિકેટ ઝડપી છે. જેમાં પહેલા બોલ પર માર્શે 4 અને ત્રીજા બોલ પર સિક્સ ફટકારી હતી. જ્યારે કુલદીપના છેલ્લા બોલ પર મિશેલ માર્શને પ્રસિદ્ધ કૃષ્ણાના હાથે કેચ આઉટ કરાવ્યા છે. મિશેલ માર્શે 84 બોલમાં 96 રન બનાવ્યા હતા. તે સાથે જે મેદાનમાં માર્નસ લાબુશેન ક્રિઝ પર આવી ગયા છે. 29મી ઓવરના અંતે સુંદરે 7 રન આપ્યા. જેમાં પાંચમા બોલે , માર્નસ લાબુશેને 4 ફટકારી હતી. 30 ઓવરના અંતે સિરાજે બોલિંગ કરતા 8 રન આપ્યા છે. જેમાં ત્રીજા બોલે સ્મિથે 4 ફટકારી હતી

146/1(20 ઓવર)- 20 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ 146 રન સાથે 1 વિકેટના નુકસાન સાથે મેદાન પર રમી રહ્યા છે. 16મી ઓવરના જાડેજાએ બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 8 રન આપ્યા છે. જેમાં પહેલા અને બીજા બોલ પર 1-1 રન બનાવ્યા છે. ચોથા અને પાંચમાં બોલે 1-1 રન બનાવી અને છેલ્લા બોલે મિશેલે 4 ફટકારી હતી. 17મી ઓવરના અંતે વોશ્ગિંટને 3 રન આપ્યા હતા. જેમાં પાંચમા બોલ પર મિશેલ માર્શે 4 ફટકારી હતી.18મી ઓવરના અંતે જાડેજાએ 5 રન આપ્યા છે. 19મી ઓવરના અંતે સુંદરે બોલિંગ કરતા 7 રન આપ્યા છે. જેમાં પાંચમી બોલ વાઈડ હતી અને છેલ્લા બોલ પર સ્મિથે 4 ફટકારી હતી.  20મી ઓવરના અંતે જાડેજાએ બોલિંગ કરતા 3 રન આપ્યા હતા. 20 ઓવરના અંતે મિશેલ માર્શે તેમની ફિફ્ટી પૂર્ણ કરી છે. જ્યારે સ્મિથ 37 રને અણનમ રમી રહ્યા છે. 

120/1(15 ઓવર)- 15 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ 120 રન એક વિકેટના નુકસાન પર બનાવ્યા છે. 11મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 7 રન આપ્યા હતા. જેમાં પહેલા બોલ પર 1, બીજા બોલ પર 4, ત્રીજા બોલ પર 1 અને ચોથા બોલ પર 1 રન બનાવ્યા હતા. 12મી ઓવરના અંતે જાડેજાએ 7 રન આપ્યા હતા. 13મી ઓવરમાં વોશ્ગિંગટન સુંદરે બોલિંગ કરતા 9 રન આપ્યા. જેમાં પહેલા બોલ પર સ્મિથે 1, ત્યારબાદ મિશેલે ચોથા અને પાંચમાં બોલ પર 2-2 રન અને છેલ્લા બોલ પર 4 ફટકારી હતી. 14મી ઓવર માટે જાડેજાએ બોલિંગ કરતા 6 રન આપ્યા હતા. જેમાં બીજા અને ચોથા બોલ પર સ્મિથ અને માર્શે 1-1 રન બનાવ્યા હતા. છઠ્ઠા બોલ પર સ્મિથે સિક્સ ફટકારી હતી. 15મી ઓવરમાં સુંદરે બોલિંગ કરતા માત્ર એક જ રન આપ્યો છે.  

91/1(10 ઓવર)- 10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 90 રન સાથે એક વિકેટના નુકસાન પર રમી રહી છે. જો ઓવરની વાત કરીએ તો છઠ્ઠી ઓવરના સિરાજે 2 રન આપ્યા છે. સાતમી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગ કરતા 19 રન આપ્યા છે. જેમાં પહેલા બોલ પર વોર્નરે 4, ત્રીજી બોલ પર 4, ચોથા બોલ પર 4 જ્યારે પાંચમાં બોલ પર સિક્સ ફટકારી અને છેલ્લા બોલ પર એક રન બનાવ્યા છે. આઠમી ઓવરના અંતે સિરાજે 13 રન આપ્યા છે. જેમાં બીજા બોલ પર વોર્નરે 4, ચોથા બોલ પર 2 રન બનાવ્યા, જ્યારે પાંચમાં બોલ પર સિક્સ ફટાકારી અને છેલ્લા બોલ પર 1 રન બનાવ્યા હતા. નવમી ઓવરની શરુઆત સારી રહી હતી.પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓવરના પહેલા બોલ પર વોર્નરને કેચ આઉટ કરી અને 6 રન આપ્યા હતા. સ્મિથ મેદાનમાં આવતા જી 9મી ઓવરના બીજા બોલ પર 2 રન બનાવ્યા અને છેલ્લા બોલ પર સ્મિથે 4 ફટાકરી હતી. 10મી ઓવરના અંતે જાડેજાએ બોલિંગ કરતા 6 રન આપ્યા છે. જેમાં ત્રીજા બોલ પર મિશેલ માર્શે 4 ફટાકારી અને ચોથા બોલ પર 1 રન, પાંચમાં બોલ પર સ્મિથે 1 રન બનાવ્યા છે.  

50/0(5 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બંને ખેલાડીઓ ક્રિઝ પર આવી ગયા છે. મિશેલ માર્સ અને વોર્નર બંને સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. 5 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 44 રને એક પણ વિકેટ વિના ક્રિઝ પર બંને ખેલડીઓ રમી રહ્યા છે. પહેલી ઓવરમાં જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલિયાને 5 રન આપ્યા છે. પહેલી ઓવરના ચોથા બોલ પર વોર્નરે એક રન લઈને 5માં બોલ પર મિશેલ માર્શે 4 ફટકારી હતી.બીજી ઓવરમાં સિરાજે માત્ર 2 રન આપ્યા છે. ત્રીજી ઓવરમાં બુમરાહે 14 રન આપ્યા છે. જેમાં પહેલા બોલ પર મિશેલ માર્શે 4 અને ચોથા બોલ પર સિક્સ ફટકરી અને પાંચમાં બોલ પર ફરી 4 ફટકારી હતી. ત્રીજી ઓવરમાં સિરાજે 16 રન આપ્યા છે. જેમાં પહેલા બોલ પર વોર્નરે 4, ચોથા બોલ પર 6 અને છઠ્ઠા બોલ પર સિક્સ ફટકારી હતી. ચોથી ઓવરમાં બુમરાહે બોલિંગ કરતા 7 રન આપ્યા છે. બીજી બોલ પર એક રન, ત્રીજી બોલ પર 4 ફટાકારી, ચોથી બોલ પર 1 રન, જ્યારે છેલ્લા બોલ પર એક રન સાથે ઓસ્ટ્રેલિયાએ 44 રન બનાવ્યા છે. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ માટે ટોસ થયો છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. જેથી ભારત આજે ક્લીન સ્વીપ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયામાં રોહિત અને વિરાટની વાપસી થઈ છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મૈક્સવેલની વાપસી થઈ છે. ઈશાન કિશન વાયરલ ઈન્ફેક્શનના કારણે ટીમમાંથી બહાર છે.તો વોશ્ગિંટન સુંદર અને અશ્વિનને સ્થાન મળ્યું છે.  

આ ખેલાડીઓ વિના ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

ગઈકાલે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમે છેલ્લી 10 વનડે મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આજની મેચમાંમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો કે, આજની મેચ માટે ટીમમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આજે શુભમન ગિલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ રમશે નહીં.

હેડ ટૂ હેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 148 ODI મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 82 મેચમાં હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમ 56 મેચ જીતી શકી છે. આ ઉપરાંત 10 મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ છે. જો ઘરેલૂ મેચની વાત કરવામાં આવે તો, ભારતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 69 મેચ રમાઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 37 વખત હરાવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 32 મેચમાં હરાવ્યું છે.

વેધર રિપોર્ટ

હવામાન વિભાગે આજે રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેથી આજની મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે. જો કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના વરસાદને લઈ સંપૂર્ણ સજ્જ છે. ખંઢેરી સ્ટેડિયમમાં તમામ ડ્રેનેજ લાઈનો ખુલ્લી રાખવામાં આવી છે

પોલસનો બંદોબદસ્ત ગોઠવાયો

આજની મેચને લઈ રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 6 DySP, 10 PI, 40 PSI, 64 મહિલા પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસ સહિત કુલ 430થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.

મેચને લઈ રસ્તો ડાયવર્ટ કરાયો

ખંઢેરી સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે પર આવેલું છે. જેથી રાજકોટ ગ્રામ્ય પોલીસે જામનગરથી રાજકોટ આવતા વાહનો અને રાજકોટથી જામનગર જતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મેચ દરમિયાન આ રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાશે નહીં

પિચ રિપોર્ટ

ખંઢેરી સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. આ પિચ પર ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટો સ્કોર બને છે. આ મેદાન પર અત્યાર સુધી 3 વનડે મેચની તમામ મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. આ મેદાન પર રમાયેલી 4 મેચમાં 300થી વધુ સ્કોર થયો છે. માત્ર એક વખત સ્કોર 300ને પાર થયો નહતો.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત-

  • Follow us on: