- વર્લ્ડકપ બાદ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે T-20 સીરિઝ
- ભારત વિરુદ્ધ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ
- 5 મેચની સીરિઝની પ્રથમ મેચ 23 નવેમ્બરે રમાશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ 5 મેચની T-20 સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ભારત વિરુદ્ધ T-20 સીરિઝમાં પેટ કમિન્સ, મિચેલ માર્શ અને જોશ હેઝલવુડને આરામ આપવામાં આવ્યો છે. સાથે ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથની T-20 ટીમમાં વાપસી થઈ છે.
એશટન અગર હજુ સંપૂર્ણ ફિટ નથી થયો
કમિન્સ, માર્શ અને હેઝલવુડ ઉપરાંત ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન અને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પણ ભારત વિરુદ્ધ T-20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. સાથે સ્પિન ઓલરાઉન્ડર એશટન અગર હજુ સંપૂર્ણ ફિટ થયો નથી. જેથી તે સિલેક્શન માટે ઉપલબ્ધ નથી.
મેથ્યૂ વેડ બન્યો કેપ્ટન, સ્મિથ અને વોર્નરની થઈ વાપસી
ભારત વિરુદ્ધ 5 મેચની T-20 સીરિઝમાં વિકેટકીપર બેટ્સમેન મેથ્યૂ વેડ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હશે. સાથે આ સીરિઝથી ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથની T-20 ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત ટ્રેવિસ હેડ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ અને ટિમ ડેવિડ પણ આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હશે.
ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરિઝનું શિડ્યૂલ શું છે?
વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝ રમાઈ હતી. આ પછી બંને ટીમ વર્લ્ડકપમાં રમી રહી છે. આ ટૂર્નામેન્ટ પછી બંને ટીમો વચ્ચે T20 સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ મેચ 23 નવેમ્બરે, જ્યારે બીજી મેચ 26 નવેમ્બરે ત્રિવેન્દ્રમમાં રમાવાની છે. સીરિઝની ત્રીજી T20 મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં અને ચોથી T20 મેચ 1 ડિસેમ્બરે નાગપુરમાં રમાશે. આ સીરિઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાવાની છે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
ભારત વિરુદ્ધ T-20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ-
મેથ્યૂ વેડ(કેપ્ટન), જેસન બેહરનડાર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ(વિકેટકીપર), સ્પેંસર જોનસન, ગ્લેન મેક્સવેલ, તનવીર સાંઘા, મેટ શોર્ટ, સ્ટિવ સમિથ, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા