- શુભમન ગિલને લઈ મોટા સમાચાર
- પૂર્વ ક્રિકેટરે આપી મહત્વની માહિતી
- ગિલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવાનું પસંદ કરશે
વનડે વર્લ્ડકપ 2 દિવસ પહેલાં શરૂ થયો છે, ત્યારે ભારત હજુ પોતાની પ્રથમ મેચની રાહ જોઈ રહ્યું છે. જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. આ મેચ પહેલાં ભારતને એક મોટો ઝટકો શુભમન ગિલના રૂપે લાગ્યો છે. ભારતનો ઈનફોર્મ યુવા ઓપનર બેટ્સમેન ડેન્ગ્યૂથી સંક્રમિત થયો છે. જેથી ગિલનું ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચમાં રમવું એ મુશ્કેલ લાગી રહ્યું છે.
ગિલને સ્વસ્થ થવા માટે સમય આપવાની જરૂર
ગિલ અંગે વાત કરતા ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય બાંગરે કહ્યું કે, ગિલને ટીમમાં પરત લાવવા માટે ઉતાવળ કરવી જોઈએ નહીં. આ લાંબી ટૂર્નામેન્ટ છે. જેથી ગિલને સ્વસ્થ થવા માટે યોગ્ય સમય આપવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ટીમ ઈન્ડિયાની મેડિકલ ટીમે આ વાતની પુષ્ટી કરી હતી કે, શુભમન ગિલને ડેન્ગ્યૂ થયો છે. તે સમયથી ચર્ચા ચાલી રહી છે કે, ગિલ પ્રથમ મેચમાં રમી શકશે કે નહીં.
ગિલની વાપસી પર સંજય બાંગરનું મોટું નિવેદન
શુભમન ગિલની આ સમસ્યા અંગે વાત સંજય બાંગરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગિલ સંપૂર્ણ ફિટ નહીં હોય તો પણ તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગિલે પોતાની ગેમનો આનંદ લીધો છે. ગિલ યુવા ખેલાડી છે અને આ ટૂર્મામેન્ટમાં પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરશે. આ માટે ગિલ એક પણ મેચ મિસ કરવા માંગશે નહીં.