- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વનડે સીરિઝ
- 3 મેચની વનડે સીરિઝનું કરવામાં આવ્યું આયોજન
- સીરિઝમાં મુખ્ય ખેલાડીઓને આપવામાં આવી શકે આરામ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી વનડે સીરિઝ રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ આ સીરિઝ માટે આજે ટીમની જાહેરાત કરી શકે છે. ટીમ મેનેજમેન્ટ અને સિલેક્શન કમિટી ભારતના મોટા ખેલાડીઓને આ સીરિઝમાં આરામ આપી શકે છે. આ લિસ્ટમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સામેલ છે. ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ વનડે વર્લ્ડકપ 2023 શરૂ થશે.
આજે રાત્રે ટીમની થઈ શકે જાહેરાત
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝ માટે આજે રાત્રે 8:30 વાગ્યે ટીમની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ, સિલેક્શન કમિટી આ સીરિઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ પૂર્ણ થયા બાદ વર્લ્ડકપ શરૂ થશે. જેથી ખેલાડીઓના વર્કલોડમાં વધારો થશે. ભારતના મોટા ખેલાડીને વર્કલોડ ઓછો કરવા તેને આરામ આપવામાં આવી શકે છે. જો કે, હજુ આને લઈ અધિકૃત માહિતી સામે આવી નથી.
કોહલી લાંબા સમયથી રમે છે ક્રિકેટ
વિરાટ કોહલી લાંબા સમયથી ક્રિકેટ રમે છે અને તેને વર્લ્ડકપ પહેલાં આરામ આપવો જરૂરી છે. રોહિત સાથે પણ આવી જ સમસ્યા છે. તેને પણ બ્રેકની જરૂર છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટીમમાં જગ્યા બનાવ્યા બાદ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેથી બુમરાહને પણ બ્રેકની જરૂર છે.
ઈશાન કિશન પાસે ઓપનિંગ કરવાની તક
રોહિતની ગેરહાજરીમાં ઈશાન કિશનને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. ઈશાન કિશન અને શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડીઓના લિસ્ટમાં સામેલ છે. મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ ટીમમાં સ્થાન મળી શકે છે. રાહુલે પણ ઈજા બાદ ટીમમાં વાપસી કરી છે. આ સાથે શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ હજુ અધિકૃત માહિતી સામે આવી નથી. જો તે ફિટ હશે, તો ટીમમાં સ્થાન આપવામાં આવશે.