• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની મેચ
  • બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો
  • વિરાટ કોહલીએ હાર્દિકની ઓવર પૂર્ણ કરી

ભારતીય ટીમ વનડે વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ સામે તેની ચોથી મેચ રમી રહી છે. આ મેચમાં આજે બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જેથી પ્રથમ બોલિંગ કરતા જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝે ટીમને સારી શરૂઆત અપાવી હતી. જે બાદ બાંગ્લાદેશના ઓપનર તંજીદ હસન અને લિટન દાસે આક્રામ બેટિંગ શરૂ કરી હતી. આ તમામ વચ્ચે કેપ્ટન રોહિત શર્માને ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ભારત માટે ઈનિંગની 9મી ઓવર નાખવા માટે આવેલો હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. હાર્દિક પંડ્યા પોતાની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ઈજાગ્રસ્ત થયો છે.

હાર્દિક કેવી રીતે ઈજાગ્રસ્ત થયો?

ફોલો થ્રુમાં પગ વડે બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે હાર્દિકને તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા પહોંચી છે. જે બાદ ડૉક્ટર અને ફિઝિયો મેદાનમાં આવ્યા હતા. હાર્દિકને ઈજા પહોંચવાના કારણે 10 મિનિટ સુધી રમત રોકવામાં આવી હતી, પરંતુ આમ છતાં હાર્દિક દોડતી વખતે લંગડાતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં હાર્દિક ફરીથી બોલિંગ કરી શક્યો ન હતો અને ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ગયો હતો. જે બાદ વિરાટ કોહલીએ હાર્દિકની ઓવરના બાકીના 3 બોલ નાખ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે હાર્દિકની ઈજા કેટલી ગંભીર છે.


બંને દેશની પ્લેઇંગ ઇલેવન-

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ.

બાંગ્લાદેશ: તંજીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહેદી હસન મિરાજ, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહમદ, હસન મહમ્મદ, મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ


  • Follow us on: