• ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ODI-ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત
  • રિષભ પંત ઈજાગ્રસ્ત થતા BCCIએ તેને ODI ટીમમાંથી બહાર કર્યો
  • પંત ઢાકામાં ટીમ ઈન્ડિયા સાથે જ રહેશે, BCCI જલ્દી નિર્ણય લેશે

ઈજાગ્રસ્ત રિષભ પંત ટીમ ઈન્ડિયા સાથે થોડા દિવસ ઢાકામાં રહેશે. ટેસ્ટ સિરીઝ પહેલા તે ભારત પરત ફરશે કે નહીં જે અંગે BCCI એક-બે દિવસમાં આ મામલે નિર્ણય લેશે.


પંત ટેસ્ટ શ્રેણી પહેલા ભારત પરત ફરશે?

ઈજાગ્રસ્ત રિષભ પંત થોડા દિવસો માટે ઢાકામાં ટીમ ઈન્ડિયા સાથે રહેશે. જોકે BCCIએ તેને ODI ટીમમાંથી બહાર કરી દીધો છે. પરંતુ તે ટીમ સાથે રહેશે. આ દરમિયાન તે લાઇટ જિમ સેશન પણ કરશે. શું રિષભ પંત ટેસ્ટ શ્રેણી પહેલા થોડા દિવસો માટે ભારત પરત ફરશે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બરથી ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાશે.

પંતને પીઠની ઇજા

રિષભ પંતને પીઠમાં ઈજા છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં તેને પીઠમાં ઈજા થઈ હતી. એક રિપોર્ટ અનુસાર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ અનૌપચારિક રીતે ટીમ મેનેજમેન્ટને તેની ફિટનેસ વિશે પૂછ્યું. જો કે તે થોડી મૂંઝવણભરી વાત છે કે તેણે મેચના દિવસે ટીમ મેનેજમેન્ટને તેની ઈજા વિશે જણાવવાનું કેમ નક્કી કર્યું? ન્યુઝીલેન્ડ ટ્રીપ પહેલા કેમ ના કહ્યું? જોકે પંતની ઈજા ગંભીર નથી. સંપૂર્ણ કસરતમાં પાછા ફરતા પહેલા તે ફિટ રહેવા માટે હળવી કસરત કરવાનું ચાલુ રાખશે. તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. જો તે ભારત પરત ફરશે તો તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કરવો પડશે.


BCCIએ માહિતી આપી

બાંગ્લાદેશ સામે જ્યારે ટીમ ઈન્ડિયાની ફાઈનલ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી ત્યારે રિષભ પંતનું નામ ત્યાં નહોતું. આ પછી BCCIએ ટ્વીટ કરીને માહિતી આપી. બોર્ડે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, પંતને ત્રણ વન-ડે શ્રેણીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમના સ્થાને તુરંત જ નામ જાહેર કરવામાં આવ્યું નથી. રિષભ પંત ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

  • Follow us on: