- ICC દ્વારા પ્રથમ વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન
- 14 થી 29 જાન્યુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાશે વર્લ્ડ કપ
- BCCIએ વર્લ્ડ કપ અને દ.આફ્રિકા સિરીઝ માટે ટીમની જાહેરાત કરી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પ્રથમ વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે 14 થી 29 જાન્યુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રમાશે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે 5 મેચની T20 સિરીઝ પણ રમશે. આ સિરીઝને વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બોર્ડે શ્રેણી માટે અલગ ટીમ જાહેર કરી છે. T20 સિરીઝ 27 ડિસેમ્બરથી શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ 4 જાન્યુઆરી 2023ના રોજ રમાશે.
પ્રથમ વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લેશે
ભારતીય ટીમને યજમાન રાષ્ટ્ર દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત અને સ્કોટલેન્ડની સાથે ગ્રુપ Dમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમ સુપર સિક્સમાં પ્રવેશ કરશે. સુપર સિક્સમાં ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બંને સેમિફાઇનલ 27 જાન્યુઆરીએ એક જ મેદાન પર રમાશે. ત્યાર બાદ 29 જાન્યુઆરીએ ફાઇનલ રમાશે. પ્રથમ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે.

વર્લ્ડ કપ માટે અંડર-19 ટીમ:
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઈસ કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહડિયા, હર્લી ગાલા, હર્ષિતા બસુ (વિકેટ-કીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચના દેવી , પાર્શ્વી ચોપરા , ટીટા સાધુ , ફલક નાઝ , શબનમ MD. સ્ટેન્ડબાય ખેલાડીઓ: શિખા, નજલા સીએમસી, યશશ્રી.
દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે અંડર-19 મહિલા ટીમ:
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઈસ કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહડિયા, હર્લી ગાલા, હર્ષિતા બસુ (વિકેટકીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા, ટીટા સાધુ, ફલક નાઝ, શબનમ એમડી, શિખા, નજલા સીએમસી, યશશ્રી.