• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ઓક્ટોબરે મેચ
  • વર્લ્ડકપ 2023માં ભારત પ્રથમ ત્રણ મેચ જીત્યું
  • પ્રથમ ત્રણ મેચમાં મોહમ્મદ શમીને તક ન મળી

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને વર્તમાન વર્લ્ડકપની પ્રથમ ત્રણ મેચમાં રમવાની તક મળી નથી. વર્લ્ડકપમાં હેટ્રિક લેનાર આ ખેલાડીને બહાર રાખવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કારણે બાંગ્લાદેશ સામેની મેચ પહેલા જ આવી અટકળો થવા લાગી છે. કેટલાક લોકોને લાગે છે કે કદાચ મોહમ્મદ શમીને ફરી તક નહીં મળે. જો કે, હજી સુધી કંઈપણ પુષ્ટિ થઈ નથી.

શમીને સ્થાન નથી મળી રહ્યું?

ભારતીય ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે પણ મેચના એક દિવસ પહેલા સ્વીકાર્યું હતું કે શમી જેવા બોલરને બહાર રાખવો સરળ નથી. પરંતુ તેણે તેની પાછળના કારણો પણ આપ્યા છે. તેણે કહ્યું કે શમીને પ્લેઇંગ 11માંથી બહાર રાખવો નિર્ણય મુશ્કેલ છે. પરંતુ અમે વિકેટના હિસાબે ટીમ પસંદ કરીએ છીએ. આ મામલે કેપ્ટન રોહિત શર્મા પણ અનેક વખત નિવેદન આપી ચુક્યા છે. જો કે તેણે કહ્યું કે શમી કે અશ્વિન જેવા ખેલાડીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.

અમારા માટે તમામ મેચ સમાન

પારસ મ્હામ્બ્રે બાંગ્લાદેશ સામેની મેચના એક દિવસ પહેલા બુધવારે મીડિયા સાથે વાત કરી હતી. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતીય ટીમની બેન્ચ સ્ટ્રેન્થને કારણે શમી જેવા વર્લ્ડ ક્લાસ બોલરને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી રહી નથી. મ્હામ્બ્રેએ એમ પણ કહ્યું કે અમે બાંગ્લાદેશ, નેધરલેન્ડ જેવી કોઈપણ ટીમને હળવાશથી લઈશું નહીં. અમારા માટે તમામ મેચ સમાન છે.

ટીમ ઈન્ડિયાની નજર ચોથી જીત પર

ભારતીય ટીમે તેની પ્રથમ ત્રણ મેચ જીતી છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. જે બાદ ટીમે અફઘાનિસ્તાન સામે 8 વિકેટે અને પાકિસ્તાન સામે સાત વિકેટે મેચ જીતીને હેટ્રિક નોંધાવી હતી. હવે ભારતીય ટીમની નજર બાંગ્લાદેશ સામે ચોથી જીત પર હશે. ભારતીય ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. જો ભારત બાંગ્લાદેશ સામે જીતી જશે તો ભારતનું સેમિફાઇનલ તરફ વધુ એક પગલું ભરશે.


  • Follow us on: