- આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે મેચ
- ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
- વર્લ્ડકપમાં બંને ટીમો અત્યાર સુધીમાં 5 વખત ટકરાઇ
વર્લ્ડકપ 2023માં આજે 11મી મેચ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઇના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગે ચાલુ થશે. ODI ક્રિકેટમાં બંને ટીમો અત્યાર સુધીમાં 41 વખત સામસામે આવી ચુકી છે. જેમાંથી ન્યુઝીલેન્ડને 30 જીત મળી છે. આ સાથે જ બાંગ્લાદેશે 10 મેચ જીતી છે. એક મેચ પણ અનિર્ણિત રહી છે. વર્લ્ડકપમાં પણ આ બંને ટીમો 5 વખત ટકરાયા છે. આ પાંચેય મેચમાં ન્યુઝીલેન્ડની જીત થઇ છે.
સૌથી વધુ અને ઓછો સ્કોર
બંને ટીમો વચ્ચે સૌથી વધુ સ્કોર ન્યૂઝીલેન્ડે 26 ડિસેમ્બર 2016ના રોજ આયોજિત ક્રાઈસ્ટચર્ચ ODIમાં 7 વિકેટ ગુમાવીને 341 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જ્યારે સૌથી ઓછો સ્કોર 23 સપ્ટેમ્બર 2002ના રોજ કોલંબોમાં રમાયેલી ODI મેચમાં બાંગ્લાદેશની આખી ટીમ માત્ર 77 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 23 સપ્ટેમ્બર 2002ના રોજ કોલંબોમાં રમાયેલી ODI મેચમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને 167 રનના વિશાળ અંતરથી હરાવીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી. બાંગ્લાદેશે 17 ઓક્ટોબર 2010ના રોજ મીરપુર ODIમાં ન્યૂઝીલેન્ડને 3 રનથી રોમાંચક હાર આપી હતી.
બેટિંગ પ્રદર્શન
ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ODI મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરના નામે છે. તેણે બાંગ્લાદેશ સામે 25 મેચ રમી છે અને 1010 રન બનાવ્યા છે. જ્યારે સૌથી વ્યકિતગત સ્કોર ટોમ લાથને કર્યો છે. ટોમ લાથમે 26 ડિસેમ્બર 2016ના રોજ ક્રાઈસ્ટચર્ચ ODIમાં 121 બોલમાં 137 રન બનાવ્યા હતા. સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ રોસ ટેલરના નામે છે. ટેલરે બાંગ્લાદેશ સામે 24 સિક્સર ફટકારી છે. બાંગ્લાદેશ સામે ન્યુઝીલેન્ડ સૌથી વધુ માર્ટિન ગુપ્ટિલે ત્રણ સદી ફટકારી છે.
બોલિંગ પ્રદર્શન
ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ODI મેચમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસને ન્યૂઝીલેન્ડ સામે 22 મેચમાં 37 વિકેટ લીધી છે. શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનના મામલે બાંગ્લાદેશના બોલર રુબેલ હસને 29 ઓક્ટોબર 2013ના રોજ યોજાયેલી મીરપુર ODIમાં ન્યૂઝીલેન્ડ સામે 26 રન આપીને 6 વિકેટ લીધી હતી.