• આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે મેચ
  • ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
  • ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સ આજે રમશે

ICC વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડ માટે એક મોટા સમાચાર આવ્યા છે. કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનનું બાંગ્લાદેશ સામેની આગામી મેચમાં રમશે. ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે આજે ચેન્નઇના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મીડિયાના અહેવાલ મુજબ કિવી કેપ્ટને આગામી મેચમાં રમવાની માહિતી આપી છે. વિલિયમસન તેના જમણા ઘૂંટણમાં ઈજાને કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતો.

ન્યૂઝીલેન્ડની શાનદાર શરૂઆત

ભારત દ્વારા આયોજિત વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. ન્યૂઝીલેન્ડ ટીમે તેની પ્રથમ 2 મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ મેચમાં વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડે તેની બીજી મેચમાં નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું હતું.

IPLમાં થઈ હતી ઈજા

IPL 2023માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા કેન વિલિયમસનને ઇજા થઇ હતી. ત્યારબાદ સર્જરી કરાવવી પડી હતી જે બાદ તેના પર વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો હતો, પરંતુ તેણે પોતાની ફિટનેસ પર ખૂબ જ સારી રીતે કામ કર્યું અને હવે તે વર્લ્ડકપ રમવા માટે તૈયાર છે. આ સાથે જ ટિમ સાઉથી પણ ફિટ છે પરંતુ તે બાંગ્લાદેશ સામેની મેચમાં નહીં રમે. સાઉથી હવે અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ ગયો છે.

ન્યુઝીલેન્ડની ટીમ વધુ મજબૂત બનશે

કેન વિલિયમસનનું આગમન શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ન્યુઝીલેન્ડની ટીમને વધુ મજબૂત બનાવશે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે કેન વિલિયમ્સનની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની ટીમ આવનારી મેચોમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખે છે કે નહીં.

ન્યુઝીલેન્ડ ટીમ: ડેવોન કોનવે(વિકેટકીપર), ટોમ લેથમ(વિકેટકીપર), વિલ યંગ, કેન વિલિયમ્સન(કેપ્ટન), માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિવ રવિન્દ્ર, જેમ્સ નીશમ, મિચેલ સેંટનર, ટ્રેંટ બોલ્ટ, લોકી ફર્ગ્યૂશન, ઈશ સોઢી, મેટ હેનરી, ટિમ સાઉદી

  • Follow us on: