• રવિન્દ્ર જાડેજાએ પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી
  • પ્રથમ અને બીજી ટેસ્ટ મેચમાં પણ જાડેજા સારા ફોર્મમાં જોવા મળ્યો
  • જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા બાદ હવે રવિન્દ્ર જાડેજાએ પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે પોતાની સદી પૂરી કરી લીધી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ પહેલા કેપ્ટન રોહિત શર્મા સાથે ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. જ્યારે જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ભારતે તેની પ્રથમ ત્રણ મહત્વની વિકેટ માત્ર 33 રનમાં ગુમાવી દીધી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજાએ રોહિત શર્મા સાથે 200થી વધુ રનની ભાગીદારી કરી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. આ સાથે જાડેજાએ 3000 ટેસ્ટ રન પુરા કર્યા હતા.

રાજકોટમાં જાડેજાની બીજી સદી

રવિન્દ્ર જાડેજા ઘણા વર્ષોથી નિરંજન શાહ સ્ટેડિયમમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. વર્ષ 2018 માં, રવિન્દ્ર જાડેજાએ પણ ભારતના પ્રવાસ પર આવેલા વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 100 રન બનાવ્યા હતા. જે બાદ રાજકોટમાં રવિન્દ્ર જાડેજાની આ બીજી બેક ટુ બેક સદી છે. તે સમયે જાડેજાએ બેટ અને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 272 રનથી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ આ મેદાન પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે.

જાડેજાએ હૈદરાબાદમાં સદી ફટકારી

હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ જાડેજા સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. જ્યારે જાડેજાએ 85 રનનો આંકડો પાર કર્યો હતો. ત્યારે બધાને લાગ્યું કે જાડેજા ઇંગ્લેન્ડ સામે તેની કારકિર્દીની ચોથી સદી પૂરી કરશે. પરંતુ તે જો રૂટનો એક બોલ વાંચવામાં નિષ્ફળ ગયો અને બોલ સીધો તેના પેડ પર ગયો. જેના કારણે જાડેજા 87 રને LBW ફસાઈ ગયો હતો અને માત્ર 13 રને પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. ત્યારપછી તે ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ તેના હોમ ગ્રાઉન્ડ પર ફરી એકવાર જાડેજાએ શાનદાર વાપસી કરી અને શાનદાર સદી ફટકારી.

રોહિત શર્માએ પણ સદીની ઇનિંગ રમી

જાડેજા પહેલા કેપ્ટન રોહિત શર્માએ પણ સદી ફટકારી હતી. રોહિત શર્માએ પોતાની સદીની ઇનિંગમાં 196 બોલનો સામનો કર્યો અને 131 રન બનાવ્યા. રોહિતે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 3 સદી ફટકારી હતી. રોહિત શર્માની ટેસ્ટ કરિયરની આ 11મી સદી હતી. ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી પણ છે. રોહિત શર્માને 131ના વ્યક્તિગત સ્કોર પર માર્ક વુડે પોતાનો શિકાર બનાવ્યો હતો. વાસ્તવમાં, માર્ક વુડના શોર્ટ બોલ પર મોટો શોટ રમતી વખતે રોહિત શર્મા બેન સ્ટોક્સના હાથે કેચ થઈ ગયો.

  • Follow us on: