• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
  • સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી સરસાઈ મેળવી
  • ચોથી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને અપાયો આરામ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ તેની સતાવાર જાહેરાત કરી હતી. તેની ફિટનેસને લઈને એક અપડેટ પણ સામે આવ્યું છે. BCCIનું કહેવું છે કે ધર્મશાલામાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં તેની ભાગીદારી ફિટનેસ પર નિર્ભર રહેશે. કેએલ રાહુલ ગ્રોઈન ઈન્જરીથી પીડિત છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સ્વસ્થ થઈ ગયો છે. જો કે, હવે તેને ચોથી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ પાંચમી ટેસ્ટમાં તેની વાપસી અંગે સસ્પેન્સ વધી ગયો છે.

કેએલ રાહુલ માત્ર એક જ મેચ રમી શક્યો 

કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામે માત્ર પ્રથમ મેચ જ રમી શક્યો છે. આ ટેસ્ટ હૈદરાબાદમાં રમાઈ હતી. જ્યાં તેણે 86 અને 22 રનની ઇનિંગ રમી હતી. આ પછી તેને સ્નાયુઓ ખેંચાતા તે બીજી અને ત્રીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ પર છે. તેના સ્થાને દેવદત્ત પડિક્કલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેએલ રાહુલ ચોથી ટેસ્ટ રમી શકે છે. જોકે હવે તે આ મેચમાંથી બહાર થઈ ગયો છે.

બે વર્ષ પહેલા પણ ક્રિકેટથી દૂર રહ્યો

આ પહેલા પણ કેએલ રાહુલ ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. બે વર્ષ પહેલા રાહુલ સાઉથ આફ્રિકા સામેની હોમ સિરીઝ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. પ્રેક્ટિસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આ પછી, તે માત્ર સાઉથ આફ્રિકા સામેની ઘરેલું સિરીઝ જ નહીં પરંતુ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો. આ પછી જર્મનીમાં તેની સફળ સર્જરી થઈ હતી. આ વર્ષે તે અત્યાર સુધી માત્ર બે જ મેચ રમી શક્યો છે. જેમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ તેમજ કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટનો સમાવેશ થાય છે.

જસપ્રીત બુમરાહ પણ બહાર 

કેએલ રાહુલની સાથે સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ બહાર છે. બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ મુકેશ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં તેને બહાર કરવામાં આવ્યો હતો. હવે તે ટીમમાં પરત ફર્યો છે.

ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શુભમન ગિલ, રજત પાટીદાર, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ , મુકેશ કુમાર, આકાશ દીપ.

  • Follow us on: