• સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી
  • સરફરાઝની ફિફ્ટીનું તેના પિતા તેમજ પ્રશંસકોએ સ્વાગત કર્યું
  • ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો

ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કરી રહેલા સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. સરફરાઝ ખાને માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. સરફરાઝ ખાનની આ ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. સરફરાઝની આ અડધી સદીનું તેના પિતા તેમજ મેદાન પર હાજર પ્રશંસકોએ સ્વાગત કર્યું હતું. ભારતીય ટીમમાં લાંબા સમયથી પોતાના વારાની રાહ જોઈ રહેલા સરફરાઝ ખાન ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર 311મો ખેલાડી બની ગયો છે. સરફરાઝ ખાનની આ અડધી સદી ઉપરાંત તેણે જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી પણ કરી હતી. સરફરાઝ ખાને 66 બોલમાં 62 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી

સરફરાઝ ખાન પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચ રમી રહ્યો છે અને તે ભારત માટે ટેસ્ટ રમનાર ભારતનો 311મો ખેલાડી બની ગયો છે. તેને અનિલ કુંબલેએ ટેસ્ટ કેપ આપી હતી. જે બાદ તે તેને લઈને સીધો તેના પિતા પાસે ગયો. આ જોઈને તેના પિતા પણ ભાવુક થઈ ગયા. હવે સરફરાઝ ખાને ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા પિતાની સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. સરફરાઝ ખાને પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં અડધી સદી પૂરી કરી હતી.

ત્યારે મેદાનમાં બેઠેલા પિતાની સાથે તેની પત્ની રોમાના પણ ભાવુક થઈ ગઈ હતી. રોહિત શર્માના આઉટ થયા બાદ મેદાન પર આવેલા સરફરાઝ ખાને પહેલા જ બોલથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તે દરેક બોલર સામે મોટા શોટ રમતા જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે સરફરાઝ ખાનની આ અડધી સદી માત્ર 48 બોલમાં બની હતી.


ડેબ્યૂમાં ખાસ રેકોર્ડ બનાવ્યો

સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે આક્રમક બેટિંગ કરી હતી. સરફરાઝ ખાન ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. સરફરાઝ ખાન પહેલા હાર્દિક પંડ્યાએ 2017માં શ્રીલંકા સામે ડેબ્યૂમાં 48 બોલમાં અડધી સદી ફટકારી હતી. ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પટિયાલાના યુવરાજના નામે છે. જેણે 1934માં ઈંગ્લેન્ડ સામે માત્ર 42 બોલમાં અડધી સદી ફટકારી હતી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં સરફરાઝ ખાનનો રેકોર્ડ શાનદાર

ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરતા પહેલા સરફરાઝ ખાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69.85ની એવરેજથી 3912 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 11 અડધી સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે સરફરાઝ ખાનના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1 ટ્રિપલ સેન્ચુરી ફટકારવાનો શાનદાર રેકોર્ડ છે.

  • Follow us on: