- પિચ પર ધડાધડ વિકેટો પડી રહી હતી
- મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે વિકેટો ઝડપી
- 5 વિકેટમાં સૌથી વધુ 2 વિકેટ શમીના નામે હતી
ઘાતક બોલિંગ શું હોય છે એ આજે રાયપુરમાં જોવા મળ્યું. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને મહેમાન ન્યૂઝીલેન્ડની ટીમ પર કહેર બનીને વરસ્યા. ભારતના ઝડપી બોલર્સના તોફાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ન્યૂઝીલેન્ડે માત્ર 15 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પિચ પર ધડાધડ વિકેટો પડી રહી હતી અને મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે તેનો ફાયદો ઉઠાવીને કિવી બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. આ 5 વિકેટમાં સૌથી વધુ 2 વિકેટ શમીના નામે હતી.
પ્રથમ ઓવર માટે આવેલા મોહમ્મદ શમીએ પહેલા જ બોલે એલન ફિનને ચોગ્ગો ફટકાર્યો અને 5માં બોલ પર તેને ક્લીન બોલ્ડ કર્યો. આ રીતે ભારતનું ખાતું ખુલ્યું, પરંતુ ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો. આ ઓવરમાં કોઈ રન નોંધાયો નહીં. હવે સિરાજનો વારો હતો. આ બોલરે હેનરી નિકોલ્સને ઇનિંગ્સની છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. એટલું દબાણ હતું કે નિકોલ્સે 20 બોલનો સામનો કર્યો, જ્યારે માત્ર 2 રન બનાવ્યા.
શમીએ ટીમ માટે ત્રીજી વિકેટ લીધી હતી. તેમણે ડેરીલ મિશેલ (1)ને પોતાના જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ 10મી ઓવરમાં ડેવોન કોનવે (7)નો શિકાર કર્યો તો ત્યારપછીની ઓવરમાં શાર્દુલ ઠાકુરે કેપ્ટન ટોમ લાથમને 1 રનના સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો. કેપ્ટને એક રન બનાવતા 17 બોલનો સામનો કર્યો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 15 રનમાં 5 વિકેટે થઈ ગયો હતો.
ભારત સામે સૌથી ઓછા સ્કોર પર 5 વિકેટ ગુમાવનાર ટીમ
15/5: ન્યુઝીલેન્ડ, રાયપુર 2023
26/5: ઈંગ્લેન્ડ, ધ ઓવલ 2022
29/5: પાકિસ્તાન, કોલંબો 1997
30/5: ઝિમ્બાબ્વે, હરારે 2005
ન્યૂઝીલેન્ડનો 5 વિકેટે સૌથી ઓછો સ્કોર
15/5 vs ભારત, રાયપુર 2023
18/5 vs શ્રીલંકા, કોલંબો 2001
20/5 vs બાંગ્લાદેશ, મીરપુર 2010
21/5 vs ઓસ્ટ્રેલિયા, ફરીદાબાદ 2003
ન્યૂઝીલેન્ડ માટે વનડે પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર (1-10 ઓવર)
શ્રીલંકા vs 13 રન, 2013
ઓસ્ટ્રેલિયા vs 14 રન, 2022
15 રન vs ભારત, 2023