• રોહિત શર્માએ બુમરાહની ટીમમાં વાપસી અંગે આપ્યું અપડેટ
  • બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વાપસી કરી શકે છે
  • ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે ટેસ્ટમાં બુમરાહ રમશે: રોહિત

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે જીત બાદ કહ્યું કે જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વાપસી કરી શકે છે. તે હાલમાં NCAમાં છે અને તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.

બુમરાહના પુનરાગમન અંગે રોહિતે આપ્યું અપડેટ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ન્યુઝીલેન્ડ સામેની મોટી જીત બાદ ટીમ ઈન્ડિયામાં કમબેકને લઈ કેપ્ટન રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો છે. ભારતીય સુકાની રોહિત શર્માને આશા છે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવતા મહિને શરૂ થઈ રહેલી વિશ્વની નંબર વન ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી બે મેચ રમવા માટે ફિટ થઈ જશે.


ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમશે!

પીઠની ઈજાને કારણે બુમરાહે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી પરંતુ તેણે તાજેતરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે નેટ્સમાં બોલિંગ કરી હતી, જે બાદ ઝડપથી પુનરાગમનની આશાઓ છે. ત્રીજી ODIમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની 90 રને જીત બાદ રોહિતે કહ્યું, "બુમરાહ વિશે બહુ ચોક્કસ નથી પરંતુ મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમશે. અમે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી કારણ કે પીઠની ઈજા હંમેશા ગંભીર હોય છે. તે પછી પણ અમારી પાસે ઘણું ક્રિકેટ રમવાનું છે. અમે NCAના ફિઝિયો અને ડૉક્ટરોના નિયમિત સંપર્કમાં છીએ. મેડિકલ ટીમ તેને ફિટ થવા માટે પૂરો સમય આપશે."


T20-ODI બંનેમાં ટીમ ઇન્ડિયા નંબર-1

ન્યુઝીલેન્ડની હાર સાથે ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડની જગ્યા લઇ લીધી છે, જે શ્રેણી પહેલા નંબર વન ટીમ હતી. આ રીતે ભારત T20 અને ODI બંનેમાં નંબર વન બની ગયું છે.

  • Follow us on: