• ન્યુઝીલેન્ડ સામે ત્રીજી ODI બાદ યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
  • એક પત્રકારે ત્રણ વર્ષ બાદ સદી ફટકારવા અંગે પ્રશ્ન કર્યો
  • રોહિત શર્માએ કહ્યું- 'મેં કેટલી ODI રમી છે?'

ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ODIમાં ભારતની 90 રનની જીતમાં રોહિત શર્માની સદીએ મોટું યોગદાન આપ્યું હતું. મેચ બાદ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમ એક પત્રકારના તેની સદીને લઇ સવાલ પર રોહિત ગુસ્સે થયો હતો.

રોહિતનો ODIમાં સદીનો દુષ્કાળ સમાપ્ત

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ODIમાં સદીનો દુષ્કાળ આખરે સમાપ્ત થઈ ગયો. રોહિતની સદીએ શ્રેણીની ફાઇનલમાં ભારતની 90 રને જીતનો પાયો નાખ્યો હતો. પરિણામે ભારતે 3-0થી ટેબલ ક્લીયર કર્યું. પરંતુ આ દરમિયાન રોહિત શર્મા ઓફિશિયલ બ્રોડકાસ્ટર્સ પર ગુસ્સે થયો હતો. એક શોમાં તેને રોહિત શર્માની ત્રણ વર્ષમાં પ્રથમ સદી ગણાવી, જેના કારણે હિટમેન નાખુશ દેખાતો હતો. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, રોહિત આ પ્રશ્નથી ગુસ્સે થયો હતો અને તથ્યો છુપાવવા અને સાચી માહિતી ન દર્શાવવા બદલ પ્રસારણકર્તાઓની નિંદા કરી હતી.


ન્યુઝીલેન્ડ સામે રોહિતે દમદાર સદી ફટકારી

રોહિતના બેટમાંથી છેલ્લી ODI સદી 2020માં ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. જ્યારે એક પત્રકારે તેને 50 ઓવરના ફોર્મેટમાં તેની 29મી અને 30મી સદી વચ્ચેના ત્રણ વર્ષના અંતર વિશે પૂછ્યું તો તે ગુસ્સે થઈ ગયો. જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે અપડેટ આપ્યા બાદ રોહિતે કહ્યું કે, "મેં ત્રણ વર્ષમાં માત્ર 12 ODI રમી છે, તેથી ત્રણ વર્ષ ઘણું લાગે છે."

ODIમાં સદી અંગે પ્રશ્ન પર થયો ગુસ્સે

કેપ્ટને કહ્યું, 'તમારે લોકોને ખબર હોવી જોઇએ કે શું થઈ રહ્યું છે. હું જાણું છું કે તે ટીવી પર બતાવવામાં આવ્યું હતું, કેટલીકવાર, તમારે યોગ્ય વસ્તુઓ બતાવવાની જરૂર છે. ગયા વર્ષે અમે ODI ક્રિકેટ રમ્યો ન હતો. અમે T20 ક્રિકેટ પર ઘણું ધ્યાન આપ્યું. તેથી, કેટલીકવાર લોકોએ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ, બ્રોડકાસ્ટર્સએ યોગ્ય વસ્તુઓ બતાવવી જોઈએ. '


પત્રકારને ટોણો માર્યો

રોહિત આટલેથી ન અટક્યો. અન્ય એક પ્રશ્નના જવાબમાં પત્રકારને ટોણો મારતા કહ્યું કે, 'કેવું કમબેક? મને સમજ ન પડી. ઓહ, કોઈએ તમને કહ્યું હશે કે છેલ્લા ત્રણ વર્ષથી જુઓ, આઠ મહિનામાં (2020માં) બધી મેચો ઘરે જ હતી. અમે ફક્ત T20 ક્રિકેટ જ રમ્યા છીએ, આજકાલ T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ કરતાં વધુ સારી બેટિંગ કોઈ નથી કરી રહ્યું, તેણે 2 સદી ફટકારી છે, અને મને નથી લાગતું કે બીજા કોઈએ સદી ફટકારી હોય. જ્યાં સુધી ટેસ્ટની વાત છે, મેં શ્રીલંકા સામે (ગયા વર્ષે) માત્ર બે જ મેચ રમી છે, પછી અધવચ્ચે જ ઈજા થઈ હતી, તેથી તમે તમારા સમાચાર બનાવતા પહેલા આ બધું જોઈ લો.

  • Follow us on: