- ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- ભારતની શરૂઆત ખરાબ રહી
- રોહિત અને કોહલી નજીવા સ્કોરે આઉટ
ભારતની પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં ખરાબ શરૂઆત રહી છે. ટીમ ઈન્ડિયાએ 48ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. ભારતના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. આ બંને ખેલાડીને શાહિન આફ્રિદીએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. સાથે શ્રેયસ અય્યર પણ 14 રન બનાવીને હારિસ રઉફનો શિકાર થયો છે.
રોહિતે માત્ર 11 રન બનાવ્યા
પાકિસ્તાનના શાહીન આફ્રિદી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર છે. તેમણે રોહિત અને કોહલીને એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં આઉટ કર્યા છે. રોહિત 22 બોલ પર 11 રન બનાવીને આઉટ થયો છે. સાથે કોહલી 7 બોલ પર 4 રન બનાવ્યા છે. રોહિત 2021થી અત્યાર સુધી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે 6 વખત આઉટ થયો છે. સાથે કોહલીએ 4 વખત વિકેટ ગુમાવી છે. શાહીનં બોલિંગ દરમિયાન ખાસ ટ્રિકનો ઉપયોગ કરીને બંનેને પવેલિયનનો રસ્તો બતાવ્યો છે.
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે કોહલીની એવરેજ 21.75
કોહલીએ 2021થી અત્યાર સુધી વનડે મેચમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે 98 બોલમાં 87 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીની એવરેજ 21.75 રહી છે. આ દરમિયાન તે 4 વખત આઉટ પણ થયો છે. સાથે રોહિતે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે 174 બોલનો સામનો કરીને 138 રન બનાવ્યા છે. રોહિતનો સ્ટ્રાઈક રેટ 93.87 રહ્યો છે. રોહિત આ દરમિયાન 6 વખત આઉટ થયો છે.