• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ
  • ભારતને સિરીઝની પ્રથમ મેચમાં આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું
  • ભારત અને આફ્રિકા વચ્ચે બીજી વનડે 19 ડિસેમ્બરે રમાશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે રમાઈ હતી. જેમાં ભારતે 8 વિકેટે મેચ જીતીને સિરીઝમાં 1-0થી સિરીઝમાં સરસાઈ મેળવી છે. આ સિરીઝની આગામી એટલે કે બીજી વનડે 19 ડિસેમ્બરે રમાશે. સાઉથ આફ્રિકાને સિરીઝમાં જીવંત રહેવા માટે આ મેચ 'કરો યા મરો' છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે ગ્કેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ મંગળવારે એટલે કે 19 ડિસેમ્બરે રમાશે. સાઉથ આફ્રિકાના સ્થાનિક સમય અનુસાર આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે પરંતુ ભારતીય સમય મુજબ 4:30 વાગ્યે શરૂ થશે. ટલે કે ટોસ ભારતીય સમય અનુસાર 4 વાગ્યે થશે અને પ્રથમ બોલ 4.30 વાગ્યે નાખવામાં આવશે.

મેચનું લાઇવ પ્રસારણ

ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 4:30 વાગ્યે શરૂ થશે. તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે. આ સિવાય જો આપણે OTT પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો આ મેચ Disney+ Hotstar પર લાઈવ જોઈ શકાય છે.

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન

સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી અને નાંદ્રે બર્ગર.

ભારત: ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), સંજુ સેમસન, તિલક વર્મા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.

ભારતે પ્રથમ મેચમાં એકતરફી જીત મેળવી

17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાયેલી ODIમાં ફાસ્ટ બોલર અર્શદીપ અને અવેશ ખાનની જોરદાર બોલિંગને કારણે ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને માત્ર 116 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાદમાં, શ્રેયસ અય્યર અને સાઈ સુદર્શનની ફિફ્ટીની મદદથી, ભારતે માત્ર 100 બોલમાં લક્ષ્ય હાંસલ કર્યું અને સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું હતું.

  • Follow us on: