• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ મેચ
  • આ મેચ માટે ICCએ કરી અમ્પાયરોની જાહેરાત
  • આ મેચમાં રિચર્ડ કેટલબોરો ટીવી અમ્પાયર હશે

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. સેમિફાઈનલ પૂર્ણ થયા બાદ ફાઈનલ મેચનો તબક્કો તૈયાર થઈ ગયો છે. કેન્સિંગ્ટન ઓવલ બાર્બાડોસમાં શનિવારે 29 જૂને રમાનારી મેચ માટે બંને ટીમો બાર્બાડોસ પહોંચી ગઈ છે. જો કે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધી ગયું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની જાહેરાતના કારણે ટેન્શન વધ્યું છે.

રિચર્ડ કેટલબોરો ટીવી અમ્પાયર હશે

ખરેખર, ICCએ T20 વર્લ્ડકપની ફાઇનલ મેચ માટે અમ્પાયરોની જાહેરાત કરી દીધી છે. અહેવાલો અનુસાર, ફાઇનલ મેચ માટે મેદાન પરના અમ્પાયર ક્રિસ ગેફની અને રિચર્ડ ઇલિંગવર્થ હશે. જ્યારે ટીવી અમ્પાયર રિચર્ડ કેટલબોરો રહેશે. રોડની ટકરનો ચોથા અમ્પાયર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત માટે બૂંદિયાળ સાબિત થયા

અમ્પાયર રિચર્ડ કેટલબરોના ઘણા નિર્ણયો ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ગયા છે. ખાસ કરીને નોકઆઉટ મેચોમાં તે ભારત માટે બૂંદિયાળ સાબિત થયા છે. આવી સ્થિતિમાં આ શાનદાર મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી શકે છે. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ટીવી અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબરો પણ સામેલ હતા. જો કે તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં હાજર ન હતો, પરંતુ હવે તેણે ફાઇનલમાં વાપસી કરી છે.


  • Follow us on: