• 10 ડિસેમ્બરથી શરૂ થશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરિઝ
  • ક્રિકેટના ત્રણેય ફોર્મેટની સીરિઝનું કરાયું આયોજન
  • સીરિઝ માટે બંને દેશની ટીમ થઈ છે જાહેર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ, વનડે અને T20 મેચની સીરિઝ રમવામાં આવશે. આ પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરે T20 મેચ સાથે થશે. બંને ટીમ વચ્ચે 3 T20 મેચ રમવામાં આવશે. પ્રથમ મેચ 10 ડિસેમ્બરે સેન્ટ જોર્જ પાર્કમાં રમવામાં આવશે. જે બાદ બીજી T20 12 ડિસેમ્બરે રમવામાં આવશે. સાથે સીરિઝની ત્રીજી T20 14 ડિસેમ્બરે જોહાન્સબર્ગમાં રમવામાં આવશે. આ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે.

વનડે અને ટેસ્ટ સીરિઝનું શિડ્યૂલ શું છે?

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચ બાદ વનડે મેચની સીરિઝ રમવામાં આવશે. વનડે સીરિઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાન્સબર્ગમાં રમવામાં આવશે, જ્યારે સીરિઝની બીજી મેચ 19 ડિસેમ્બરે રમવામાં આવશે. જે બાદ 21 ડિસેમ્બરે પાર્લમાં ત્રીજી વનડે મેચ રમવામાં આવશે. પ્રથમ વનડે ભારતીય સમયઅનુસાર બપોરે 1:30 કલાકે રમવામાં આવશે, પરંતુ સીરિઝની છેલ્લી મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 4:30 કલાકે શરૂ થશે.

પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે રમવામાં આવશે

T20 અને વનડે સીરિઝ બાદ બંને ટીમ ટેસ્ટ ફોર્મેટ માટે આમને-સામને આવશે. બંને ટીમ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવામાં આવશે. આ સીરિઝની પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરે સેંચુરિયનમાં રમવામાં આવશે. સાથે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપ ટાઉનમાં રમવામાં આવશે. પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 1:30 કલાકે શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ ભારતીય સમયઅનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ક્યાં જોઈ શકાશે લાઈવ

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી મેચ ભારતીય ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકશે. આ ઉપરાંત ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. સાથે ફેન્સ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર હિંદી-અંગ્રેજી સહિત અલગ-અલગ ભાષામાં મેચ નિહાળી શકશે.

સાઉથ આફ્રિકા માટે ભારતની T20 ટીમ-

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટકીપર), જિતેશ શર્મા(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર અને દીપક ચહર

વનડે સીરિઝ માટે ભારતીય ટીમ-

ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(કેપ્ટન), સંજૂ સેમસન(વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવશે ખાન, અર્શદીપ સિંહ અને દીપક ચહર

ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ-

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન(વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા

સાઉથ આફ્રિકાની T20 માટેની ટીમ-

એડન માર્કરામ(કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યૂ બ્રીટ્ઝકે, નાંદ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી(પ્રથમ અને બીજી મેચ), ડોનોવન ફરેરા, રીઝા હેંડ્રિગ્સ, માર્કો જાનસેન(પ્રથમ અને બીજી મેચ), હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંદી એનગિડી(પ્રથમ અને બીજી મેચ), એન્ડિલે ફેહલુકવાયો, તરબેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ અને લિઝાદ વિલિયમ્સ

સાઉથ આફ્રિકાની વનડે ટીમ-

એડન માર્કરામ(કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નાંદ્રે બર્ગર, ટોની ડી ઝોરઝી, રીઝા હેંડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહલાલી મપોંગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડિલે ફેહલુકવાયો, રાસી વેન ડેર ડુસેન, કાઈલ વેરિન અને લિઝાદ વિલિયમ્સ

સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ-

ટેમ્બા બાવુમા(કેપ્ટન), ડેવિડ બેડિંધમ, નાંદ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, ટોની ડી ઝોરઝી, ડીન એલ્ગર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, એડમ માર્કરામ, વિયાન મુલ્ડર, લુંગી એનગિડી, કીગન પીટરસન, કગિસો રબાડા, ટ્રિસ્ટન સ્ટબ્સ અને કાઈલ વેરિન

  • Follow us on: