- 10 ડિસેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરિઝ શરૂ થશે
- ત્રણેય ફોર્મેટની સીરિઝનું કરાયું છે આયોજન
- આ સીરિઝ પહેલાં સ્ટાર ખેલાડીએ કર્યા છે લગ્ન
સાઉથ આફ્રિકાના યુવા ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ ભારત વિરુદ્ધ 10 ડિસેમ્બરથી શરૂ થનારી T20 સીરિઝ પહેલાં લગ્ન કર્યા છે. કોએત્ઝીએ તાજેતરમાં જ રમવામાં આવેલા વનડે વર્લ્ડકપમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. જે બાદ IPL 2024 ઓક્શનમાં તેની કિસ્મત ચમકી શકે છે. 23 વર્ષીય કોએત્ઝીએ પ્રથમ વર્લ્ડકપ રમીને તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો 5મો બોલર હતો.
8 મેચમાં 20 વિકેટ પોતાના નામે કરી
આફ્રિકી પેસરે 8 મેચમાં 19.80ની એવરેજથી 20 વિકેટ પોતાના નામે કરી હતી. માત્ર વિકેટ લેવા ઉપરાંત તેમણે પોતાની સ્પિડથી તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. કોએત્ઝીનું વર્લ્ડકપ પરફોર્મન્સ તેને IPL 2024માં ઓક્શનમાં સારી રકમ અપાવી શકે છે. IPL 2024 માટે તેમણે પોતાની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. આવી સ્થિતિમાં એ જોવાનું દિલચસ્પ રહેશે કે, ફ્રેંચાઈઝી તેમના પર કેટલી બોલી લગાવે છે.
કોએત્ઝીએ વર્લ્ડકપમાં કર્યું શાનદાર પ્રદર્શન
કોએત્ઝીને IPLમાં વધુ રકમ મળવાનું એક કારણ એ પણ હોઈ શકે કે, તેમણે વર્લ્ડકપમાં સારી બોલિંગ કરી હતી. જે ભારતીય જમીન પર રમવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કોએત્ઝી પરિસ્થિતિથી વાકેફ થયો છે. જેથી તે જે પણ ટીમમાં જશે, તે ટીમને ફાયદો અપાવશે.
અત્યાર સુધી આવું રહ્યું કરિયર
યુવા કોએત્ઝી આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. તેમણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પણ 2023માં જ કર્યું હતું. અત્યાર સુધી તે 2 ટેસ્ટ, 14 વનડે અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ટેસ્ટમાં કોએત્ઝીએ 15.88ની એવરેજથી 9 વિકેટ પોતાના નામે કરી છે. આ ઉપરાંત વનડેમાં 23.22ની એવરેજથી 31 વિકેટ લીધી છે. 14માંથી 8 વનડે કોએત્ઝીએ વનડે વર્લ્ડકપ 2023માં રમી છે. સાથે T20 આંતરરાષ્ટ્રીયમાં આફ્રિકા ફાસ્ટ બોલરે 3 વિકેટ મેળવી છે.