• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ
  • આ બંને ટીમો 29 જૂને બાર્બાડોસમાં ટકરાશે
  • આફ્રિકા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે

ભારતીય ટીમ T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 29 જૂને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ રમાશે. બંને ટીમો બાર્બાડોસમાં સામસામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 11 વર્ષના દુષ્કાળને ખતમ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયા લગભગ 11 વર્ષથી કોઈપણ ICC ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહી છે. આ સાથે જ સાઉથ આફ્રિકાની ટીમ પાસે પ્રથમ વખત ICC ટ્રોફી જીતવાની તક છે.

ભારતીય ટીમનું પલડું ભારે

સાઉથ આફ્રિકા સામેની T20 મેચોમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો T20 ફોર્મેટમાં 26 વખત સામસામે આવી ચૂકી છે. જેમાં ભારતે સાઉથ આફ્રિકાને 14 વખત હરાવ્યું છે, જ્યારે 11 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે, આ આંકડાઓથી સ્પષ્ટ છે કે T20 ફોર્મેટમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે વર્ચસ્વ જમાવી રહી છે, પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે ફાઇનલમાં શું થાય છે?

બંને દેશોની સંભવિત પ્લેઈંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિચ નોર્ખિયા અને તબરેઝ શમ્સી.

વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે જ સમયે, સાઉથ આફ્રિકાની ટીમે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. હવે બંને ટીમો ફાઇનલમાં સામસામે ટકરાશે. અત્યાર સુધી ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આયર્લેન્ડ ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને હરાવી ચૂકી છે.

  • Follow us on: