• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે
  • આ સિરીઝની પ્રથમ મેચ 27 જુલાઈના રોજ રમાશે
  • શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ 27 જુલાઈ શનિવારના રોજ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ સાથે ટીમ ઈન્ડિયામાં એક નવા યુગની શરૂઆત થશે. સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની નવી સફર શરૂ કરશે, જ્યારે ગૌતમ ગંભીર પણ કોચ તરીકે પોતાને સાબિત કરવા માંગશે. શ્રીલંકા વિરૂદ્ધ T20 પહેલા ટીમ ઈન્ડિયા સામે મોટી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.

ગૌતમ ગંભીર અને સૂર્યા સામે સમસ્યા

ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસ માટે પોતાની 15 સભ્યોની ટીમમાં સંજુ સેમસન અને રિષભ પંત બંનેનો સમાવેશ કર્યો છે. રિષભ પંત T20 વર્લ્ડકપ 2024માં ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે આખી ટૂર્નામેન્ટમાં 171 રન બનાવ્યા હતા. જો સંજુ સેમસનની વાત કરીએ તો તેને એક પણ મેચમાં રમવાની તક મળી નથી. ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં તેને બે મેચમાં તક મળી હતી. જેમાં તેણે એક મેચમાં ફિફ્ટી ફટકારી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સામે સૌથી મોટો સવાલ હવે સંજુ અને પંતને લઈને છે. ટીમ મેનેજમેન્ટ આ બંનેમાંથી એક જ ખેલાડીને પસંદ કરવા માંગે છે.

ગૌતમ ગંભીર લઈ શકે છે મોટો નિર્ણય

ગૌતમ ગંભીર ટીમ કોમ્બિનેશન પર ઘણું ધ્યાન આપે છે. IPL દરમિયાન પણ તેણે ઘણી વખત પોતાની ટીમમાં બે વિકેટકીપર રમ્યા છે. આવી સ્થિતિમાં સંજુ સેમસન પાંચમા નંબર પર અને પંત ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઈજાગ્રસત થયા બાદ લગભગ એક વર્ષ સુધી ક્રિકેટથી દૂર હતો. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશન, સંજુ સેમસન, જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલને વિકેટકીપર-બેટ્સમેન તરીકે અજમાવ્યા હતા. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ પહેલી જ મેચમાં શું મોટો નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રિંકુ સિંહ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.


  • Follow us on: