- ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સિરીઝની છેલ્લી T20 મેચ રમાશે
- છેલ્લી ટી-20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે બદલાવ
- સૂર્યકુમાર યાદવ ત્રીજી T20માં બેન્ચ સ્ટ્રેન્થની પરીક્ષા કરશે
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે (30 જુલાઈ, મંગળવાર) ત્રણ મેચોની T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. અગાઉની બંને મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જ કારણ છે કે ત્રીજી અને છેલ્લી ટી-20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ ચાર ફેરફાર જોવા મળી શકે છે. સિરીઝ જીતી ચૂકેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજી T20માં બેન્ચ સ્ટ્રેન્થની પરીક્ષા કરી શકે છે.
પ્લેઇંગ ઇલેવનમાં થઈ શકે છે 4 બદલાવ
શ્રીલંકા સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર જોવા મળી શકે છે. ટીમમાં પહેલો ફેરફાર સંજુ સેમસનના રૂપમાં જોવા મળી શકે છે. બીજી ટી20માં શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે શુભમન ગિલ ત્રીજી ટી20માં વાપસી કરી શકે છે. બીજી T20માં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર સંજુ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને 'ગોલ્ડન ડક' પર બોલ્ડ થયો હતો.
આ સિવાય બીજો ફેરફાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના રૂપમાં થઈ શકે છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહમને ત્રીજી ટી-20ની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. છેલ્લી બંને મેચમાં સિરાજ માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે.
ઓલરાઉન્ડર વિભાગમાં થઈ શકે છે ફેરફાર
અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને પ્રથમ બે T20માં ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં બંને ઓલરાઉન્ડરોને ત્રીજી મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાના સ્થાને શિવમ દુબેને તક મળી શકે છે અને અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (c), રિષભ પંત (wk), શિવમ દુબે, રિયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ.