- ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા
- મનુ ભાકરે સરોબજોત સાથે જોરદાર ધૂમ મચાવી
- રમિતા જિંદાલ સાતમા ક્રમે રહીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ
પેરિસ ઓલિમ્પિક 2024માં સોમવારના દિવસે ભારતીય ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ દિવસે ભારત 3 મેડલ જીતી શક્યું હોત, પરંતુ દરેક વખતે નિરાશા જ હાથ લાગી હતી. આ દરમિયાન, સ્ટાર શૂટર મનુ ભાકરે, જેણે ભારત માટે અત્યાર સુધી એકમાત્ર મેડલ જીત્યો છે, તેણે સરોબજોત સાથે જોરદાર ધૂમ મચાવી હતી. શૂટિંગની આ જોડી 10 મીટર એર પિસ્તોલ રાઉન્ડમાં ફાઇનલમાં પહોંચી હતી. તેના સિવાય કેટલાક ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.
શૂટિંગ
પેરિસ ઓલિમ્પિક-2024ના ત્રીજા દિવસે ભારતને શૂટિંગ ઈવેન્ટમાં મેડલની પૂરી આશા હતી, પરંતુ આ સપનું ચકનાચૂર થઈ ગયું. 10 મીટર એર રાઈફલ મેન્સ ઈવેન્ટની ફાઈનલ મેચમાં અર્જુન બાબુતા ચોથા સ્થાને રહીને મેડલ જીતવાથી ચૂકી ગયો હતો જ્યારે મહિલા વર્ગમાં રમિતા જિંદાલ સાતમા ક્રમે રહીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
જો કે આ પછી શૂટિંગમાં ભારત માટે સારા સમાચાર છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે ભારતને મેડલ અપાવનાર મનુ ભાકરે સરબજોત સાથે 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ઈવેન્ટની ફાઈનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. મનુ ભાકર અને સરબજોત આજે ભારત માટે મેડલ જીતી શકે છે.
આ સિવાય 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં અર્જુન ચીમા અને રિધમની જોડી આગળના રાઉન્ડમાં પ્રવેશી શકી નથી. આ જોડી દસમા સ્થાને રહી. તે જ સમયે, શૂટિંગના પુરૂષોની ટ્રેપ ક્વોલિફિકેશનમાં, ભારતના પૃથ્વીરાજ તોંડૈમન 30માં સ્થાને છે, તે આજે ફરીથી ક્વોલિફિકેશન રાઉન્ડમાં રમતા જોવા મળશે.
બેડમિન્ટન
બેડમિન્ટન મહિલા ડબલ્સ કેટેગરીમાં ભારતની અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોને બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિની અને તનિષાની જોડીને જાપાનની નામી માત્સુયામા અને ચિહારુ શિડાની જોડીએ હાર આપી હતી. આ સાથે જ લક્ષ્ય સેને બેલ્જિયમના જુલિયન કારાગીને 2-0થી હરાવીને આગામી રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. લક્ષ્ય સેનની પ્રથમ મેચ, જેમાં તેણે જીત મેળવી હતી, તે રદ કરવામાં આવી હતી. આ સિવાય બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ટેનિસ
ટેનિસમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રોહન બોપન્ના અને બાલાજીની જોડી મેચ હારી ગઈ હતી. આ હાર સાથે ટૂર્નામેન્ટમાં આ જોડીની સફરનો અંત આવ્યો.
ટેબલ ટેનિસ
ભારતની મનિકા બત્રાએ ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 32 જીતીને રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
હોકી
હોકીમાં ભારતીય ટીમથી નીચલા ક્રમાંકિત આર્જેન્ટિના સામે રમાઇ હતી. ભારતના પક્ષમાં હોવાનું માનવામાં આવતું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને છેલ્લી ઘડીએ હારી ગયેલી મેચ ડ્રો કરવામાં ટીમ ઇન્ડિયા સફળ રહી. આ મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.
તીરંદાજી
તીરંદાજીમાં ભારતીય પુરુષ ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ટીમ મેડલ જીતવાની નજીક પહોંચી રહી હતી, પરંતુ તેને ક્વાર્ટર ફાઇનલમાં તુર્કીથી હારનો સામનો કરવો પડ્યો અને ટીમની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ.