- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે
- વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ કોલંબોમાં રમાઈ રહી છે
- શ્રીલંકાએ ફરી એકવાર પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ કોલંબોમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ ફરી એકવાર પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેએલ રાહુલ અને અર્શદીપ સિંહને ત્રીજી વનડેમાંથી બહાર કરવામાં આવ્યા છે. અગાઉ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે રોહિત શર્મા ત્રીજી મેચમાંથી બહાર રહી શકે છે પરંતુ તે ફરી એકવાર ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.
રિયાન પરાગને ડેબ્યૂ કરવાની તક મળી
ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન બદલાઈ ગઈ છે. બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ પ્લેઈંગ ઈલેવન પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. રિયાન પરાગે ત્રીજી વનડે મેચમાં ડેબ્યૂ કર્યું છે. આ પહેલા રિયાન પરાગ બંને મેચમાં બહાર બેઠો જોવા મળ્યો હતો. અગાઉ ટી20 સિરીઝમાં પણ રિયાન પરાગે બેટિંગની સાથે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.
આ બે ખેલાડીઓ થયા બહાર
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે કોલંબોમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ ફરી એકવાર પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેએલ રાહુલ અને અર્શદીપ સિંહને ત્રીજી વનડેમાંથી બહાર કરવામાં આવ્યા છે. અગાઉ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે રોહિત શર્મા ત્રીજી મેચમાંથી બહાર રહી શકે છે પરંતુ તે ફરી એકવાર ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.
ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, રિયાન પરાગ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.