• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની ODI મેચ ચાલુ
  • ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે ટાઇ થઇ હતી
  • મેચ ટાઇ થવા છતા સુપર ઓવર ન થઈ

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે રમાઈ હતી. પરંતુ આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 47.5 ઓવરમાં 230 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે પ્રથમ વનડે ટાઈ થઈ હતી, પરંતુ તેમ છતાં સુપર ઓવર થઈ ન હતી. ક્રિકેટમાં જ્યારે સ્કોર ટાઇ થાય છે, ત્યારે સુપર ઓવર થાય છે, પરંતુ ODI ફોર્મેટમાં સુપર ઓવર પર ICCના નિયમો શું છે? શા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે કોઈ સુપર ઓવર ન થઈ?

જ્યારે ODIમાં સ્કોર ટાઈ થાય છે ત્યારે ICCના નિયમો શું છે?

ICCના નિયમો અનુસાર જો કોઈ ટૂર્નામેન્ટ અથવા દ્વિપક્ષીય સિરીઝમાં T20 ઈન્ટરનેશનલ મેચ ટાઈ થાય છે, તો સુપર ઓવરની જોગવાઈ છે. પરંતુ ODI ફોર્મેટ માટે આવો કોઈ નિયમ નથી. જો કે, જો બહુરાષ્ટ્રીય ઈવેન્ટ્સ અને નોકઆઉટ મેચોમાં સુપર ઓવરની જોગવાઈ હોય, તો દ્વિપક્ષીય સિરીઝ માટે સુપર ઓવરની કોઈ જોગવાઈ નથી. અત્યાર સુધી વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 3 વખત સુપર ઓવર જોવા મળી છે. 3 નવેમ્બર 2020 ના રોજ પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ODI મેચ ટાઈમાં સમાપ્ત થઈ, ત્યારબાદ સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.

અત્યાર સુધી 3 ODI મેચનો નિર્ણય સુપર ઓવરથી થયો

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ સુપર ઓવરમાં પણ સ્કોર ટાઈ રહ્યો હતો. આ પછી, બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ઇંગ્લેન્ડને વિજેતા પસંદ કરવામાં આવ્યું હતું. ODI વર્લ્ડકપ 2023ના ક્વોલિફાયરમાં વેસ્ટ ઈન્ડિઝ અને નેધરલેન્ડ વચ્ચેની મેચ ટાઈ રહી હતી. જે બાદ વેસ્ટ ઈન્ડિઝ-નેધરલેન્ડ મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો હતો. ODI ઈતિહાસમાં અત્યાર સુધી 3 વખત સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

શ્રીલંકા: પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ(wk), સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા(c), જેનિથ લિયાનાગે, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલેલાગે, અકિલા દનંજયા, અસિથા ફર્નાન્ડો, મોહમ્મદ શિરાઝ

ભારત:  રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

  • Follow us on: