• વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની 9 વિકેટે જીત
  • જયસ્વાલે બનાવ્યા અણનમ 84 રન
  • શુભમન ગિલે બનાવ્યા 77 રન

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને T-20 સીરિઝની ચોથી મેચમાં 9 વિકેટે હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડીઝે ભારતીય ટીમને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 17 ઓવરમાં 1 વિકેટના નુકસાને જીત પ્રાપ્ત કરી છે. ભારત માટે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ બંને ખેલાડીઓએ રોહિત અને ધવનનો જૂનો રેકોર્ડ તોડ્યો છે.

જયસ્વાલ-ગિલ વચ્ચે 165 રનની પાર્ટનરશિપ

આ મેચમાં યશસ્વી અને શુભમન વચ્ચે 165 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બંનેએ ભારતીય ટીમ માટે સૌથી લાંબી પાર્ટનરશિપ બનાવવા મામલે રોહિત અને શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત અને ધવનની જોડીએ 2018માં આયરલેન્ડ વિરુદ્ધ 160 રનની પાર્ટનરશિપ બનાવી હતી. આ જોડી હવે ત્રીજા નંબરે છે, જ્યારે ગિલ-જયસ્વાલની જોડી બીજા નંબરે છે.

રાહુલ-રોહિતે 165 રનની પાર્ટનરશિપ કરી હતી

કેએલ રાહુલ અને રોહિત શર્માએ 2017માં શ્રીલંકા વિરુદ્ધ 165 રનની પાર્ટનરશિપ બનાવી હતી. જેથી તે સંયુક્ત રીતે બીજા નંબરે છે. આ મામલે દીપક હુડ્ડા અને સંજૂ સેમસન પ્રથમ નંબરે છે. આ બંને ખેલાડીએ આયરલેન્ડ વિરુદ્ધ 2022માં 176 રનની પાર્ટનરશિપ બનાવી હતી.

17 ઓવરમાં ભારતે મેળવી જીત

ઉલ્લેખનીય છે કે, ચોથી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 178 રન બનાવ્યા હતા. જેમાં શાઈ હોપે 29 બોલમાં 45 રન બનાવ્યા હતા. હેટમાયરે 39 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ દરમિયાન અર્શદીપ સિંહે 4 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. સાથે અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી છે.

બંને ટીમ 2-2 મેચ જીતી

વેસ્ટ ઈન્ડીઝના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 17 ઓવરમાં જીત મેળવી હતી. ભારત માટે યશસ્વી જયસ્વાલે 51 બોલમાં અણનમ 84 રન બનાવ્યા છે. જેમાં તેમણે 3 સિક્સ અને 11 ફોર ફટકાર્યા હતા. આ ઉપરાંત ગિલે 77 રન બનાવ્યા હતા. જેમાં ગિલે 5 સિક્સ અને 3 ફોર ફટકાર્યા હતા.

  • Follow us on: