- ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ચોથી T-20 મેચ
- વેસ્ટ ઈન્ડીઝ પ્રથમ 2 મેચ જીત્યું
- ભારત ત્રીજી T-20 મેચ જીત્યું
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી ચોથી T-20 મેચમાં ભારતે 9 વિકેટે જીતી છે. ભારત માટે સૌથી વધુ યશસ્વી જયસ્વાલે 51 બોલ પર અણનમ 84 રન કર્યા છે, જ્યારે શુભમન ગિલે 47 બોલ પર 77 રન કર્યા છે. સાથે તિલક વર્માએ 6 બોલ પર 7 રન કર્યા છે. વેસ્ટ ઈન્ડીઝના બોલરની વાત કરવામાં આવે તો, વેસ્ટ ઈન્ડીઝ તરફથી એકમાત્ર શેફર્ડે વિકેટ વિકેટ લીધી છે. શેફર્ડે 3 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી છે, જ્યારે અકીલ હુસેને 4 ઓવરમાં 31 રન આપ્યા છે. હોલ્ડરે 4 ઓવરમાં 33 રન આપ્યા છે. આ ઉપરાંત ઓબેદ મેકકોયે 3 ઓવરમાં 32 રન આપ્યા છે અને કેપ્ટન રોવમેન પોલે 1 ઓવરમાં 13 રન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝે 8 વિકેટના નુકસાને 178 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 17 ઓવરમાં જીત મેળવી છે. હવે 5 મેચની T-20 સીરિઝમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ બંને ટીમ 2-2 મેચ જીતી છે. જેથી આવતીકાલે 5મી અને નિર્ણાયક મેચ રમવામાં આવશે.
ભારતની ઈનિંગ
177/1 (17 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે 17મી ઓવર નાખવા માટે જેસન હોલ્ડર આવ્યો હતો. આ ઓવરમાં હોલ્ડરે 1 ફોર સાથે 7 રન આપ્યા છે.
170/1 (16 ઓવર)- રોમારિયો શેફર્ડે વેસ્ટ ઈન્ડીઝ ટીમને પ્રથમ સફળતા અપાવી છે. શેફર્ડે 47 બોલ પર 77 રન કરનારા ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલને આઉટ કર્યો છે. હવે ભારત માટે યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા બેટિંગ કરી રહ્યા છે.
157/0 (15 ઓવર)- જેસન હોલ્ડરે વેસ્ટ ઈન્ડીઝ માટે ઓવર નાખી છે. જેમાં હોલ્ડરે 6 રન આપ્યા છે. જેથી 15 ઓવરના અંતે ભારતનો સ્કોર 157 રન થયો છે.
151/0 (14 ઓવર)- ઓબેદ મેકકોયે વેસ્ટ ઈન્ડીઝ માટે ઓવર નાખી છે. જેમાં ઓબેદે એક ફોર અને એક સિક્સ સાથે 13 રન આપ્યા છે.
138/0 (13 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે ઓવર નાખવા આવેલો ઓડિયન સ્મિથ મોંઘો બોલર સાબિત થયો છે. આ ઓવરમાં 6 સિક્સ સાથે ભારતીય ટીમને 16 રન મળ્યા છે.
123/0 (12 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી ચોથી T-20 મેચની બીજી ઈનિંગની 12 ઓવર પૂર્ણ થઈ છે. 12 ઓવરમાં બાદ ભારતનો સ્કોર 123 રન થયો છે. ભારતના બંને ઓપનરે ફિફ્ટી ફટકારી છે. શુભમન ગિલ 35 બોલ પર 55 રન સાથે બેટિંગ કરી રહ્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 38 બોલ પર 61 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. હવે ભારતને જીતવા માટે 56 રનની જરૂર છે. વેસ્ટ ઈન્ડીઝના બોલરની વાત કરવામાં આવે, તો વેસ્ટ ઈન્ડીઝનો એક પણ બોલર વિકેટ લઈ શક્યો નથી. વેસ્ટ ઈન્ડીઝના અકીલ હુસેને 4 ઓવરમાં 31 રન આપ્યા છે, જ્યારે હોલ્ડર અને શેફર્ડે 2-2 ઓવરમાં 20-20 રન આપ્યા છે. આ ઉપરાંત ઓબેદ મેકકોયે 2 ઓવરમાં 19 રન આપ્યા છે.
113/0 (11 ઓવર)- ભારત તરફથી ઓપનિંગ કરનારા જયસ્વાલ અને ગિલ બંને ખેલાડીએ આ ઓવરમાં ફિફ્ટી ફટકારી. વેસ્ટ ઈન્ડીઝ માટે આ ઓવર કેપ્ટન રોવમેન પોવેલે નાખી છે. જેમાં પોવેલે 13 રન આપ્યા છે.
100/0 (10 ઓવર)- ભારતીય ટીમે 10મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કર્યો છે. વેસ્ટ ઈન્ડીઝ માટે આ ઓવર નાખવા માટે અકીલ હુસેન આવ્યો હતો. અકીલે આ ઓવરમાં 7 રન આપ્યા છે. જેથી 10 ઓવર બાદ ભારતનો સ્કોર 100 રન થયો છે. ભારત માટે અત્યારે શુભમન ગિલ 29 બોલમાં 49 રન પર બેટિંગ કરી રહ્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 31 બોલમાં 47 રન સાથે બેટિંગ કરી રહ્યો છે.
93/0 (9 ઓવર)- રોમારિયો શેફર્ડ વેસ્ટ ઈન્ડીઝ માટે ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમા શેફર્ડ 1 ફોર સાથે 9 રન આપ્યા છે.
84/0 (8 ઓવર)- અકીલ હુસેન વેસ્ટ ઈન્ડીઝ માટે બોલિંગ નાખવા આવ્યો છે. આ ઓવરમાં અકીલે હોલ્ડરે 1 ફોર સાથે 9 રન આપ્યા છે.
75/0 (7 ઓવર)- જેસન હોલ્ડર વેસ્ટ ઈન્ડીઝ માટે બોલિંગ નાખવા આવ્યો છે. આ ઓવરમાં હોલ્ડરે 1 ફોર સાથે 9 રન આપ્યા છે.
66/0 (6 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે ઓડિયન સ્મિથ ઓવર નાખવા આવ્યો છે. સ્મિથે આ ઓવરમાં રન 16 આપ્યા છે. જેથી 6 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 66 રન થયો છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 17 બોલમાં 30 રન અને જયસ્વાલ 19 બોલમાં 34 રન સાથે બેટિંગ કરી રહ્યો છે.
50/0 (5 ઓવર)- ભારતીય ટીમે 50 રનનો આંકડો પાર કર્યો છે. 5મી ઓવરના અંતે ભારતે 50 રન કર્યા છે. વેસ્ટ ઈન્ડીઝ માટે આ ઓવર રોમારિયો શેફર્ડે નાખી છે.
37/0 (4 ઓવર)- ઓબેદ મેકકોય વેસ્ટ ઈન્ડીઝ માટે ચોથી ઓવર નાખવા આવ્યો છે. જેમાં ઓબેદે 9 રન આપ્યા છે.
28/0 (3 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝનો બોલર જેસન હોલ્ડર પોતાની પ્રથમ ઓવરમાં થોડો મોંઘો સાબિત થયો છે. હોલ્ડરે ઈનિંગની ત્રીજી ઓવરમાં 12 રન આપ્યા છે.
16/0 (2 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે બીજી ઓવર અકીલ હુસેને નાખી છે. જેમાં અકીલે 6 રન આપ્યા છે.
10/0 (1 ઓવર)- ભારત માટે શુભમન ગિલ અને જયસ્વાલે ઓપનિંગ કર્યું છે. વેસ્ટ ઈન્ડીઝ માટે આ ઓબેદ મેકકોને નાખી છે. જેમાં જયસ્વાલે 4 ફોર ફટકાર્યા છે. આ 2 ફોરની મદદથી ભારતે 10 રન લીધા છેય
વેસ્ટ ઈન્ડીઝ ટીમે 20 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 178 રન બનાવ્યા છે. જેથી ભારતને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ મળ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ માટે સૌથી વધુ 39 બોલ પર 61 રન શિમરન હેટમાયરે બનાવ્યા છે. જ્યારે શાઈ હોપે 29 બોલ પર 45 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, કુલદીપ યાદવે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી છે, જ્યારે અર્શદીપ સિંહે 4 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે અક્ષર પટેલે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી છે. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મુકેશ કુમારે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે.
વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ
178/8 (20 ઓવર)- અર્શદીપ સિંહે પોતાની અને ઈનિંગની છેલ્લી ઓવરમાં ભારતીય ટીમને 8મી સફળતા અપાવી છે. અર્શદીપે 39 બોલમાં 61 રન કરનારા શિમરન હેટમાયરને આઉટ કર્યો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે અકિલ હુસેન અને ઓડિયન સ્મિથ બેટિંગ કરી રહ્યા છે.
161/7 (19 ઓવર)- મુકેશ કુમાર ભારત માટે ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં મુકેશ કુમારે 8 રન આપ્યા છે.
153/7 (18 ઓવર)- અર્શદીપે ઈનિંગની 18મી ઓવર નાખી છે. જેમાં અર્શદીપે 9 રન આપ્યા છે. આ ઓવરમાં વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી શિમરન હેટમાયરે પોતાના 50 રન પૂર્ણ કર્યા છે.
144/7 (17 ઓવર)- કુલદીપ યાદવે ઈનિંગની 17મી ઓવર નાખી છે. જેમા ંકુલદીપે એક સિક્સ સાથે 12 રન રન આપ્યા છે. જેથી 17 ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 7 વિકેટના નુકસાને 144 રન થયો છે.
132/7 (16 ઓવર)- મુકેશ કુમારે ભારતીય ટીમને 7મી સફળતા અપાવી છે. મુકેશ કુમારે 4 બોલમાં 3 રન કરનારા જેસન હોલ્ડરને આઉટ કર્યો છે. અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે શિમરન હેટમાયર અને ઓડિયન સ્મિથ બેટિંગ કરી રહ્યા છે.
121/6 (15 ઓવર)- અક્ષર પટેલે ભારતીય ટીમને છઠ્ઠી સફળતા અપાવી છે. અક્ષરે 6 બોલમાં 9 રન કરનારા રોમારિયો શેફર્ડને આઉટ કર્યો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે શિમરન હેટમાયર અને જેસન હોલ્ડર બેટિંગ કરી રહ્યા છે.
112/5 (14 ઓવર)- મુકેશ કુમારે પોતાની પ્રથમ અને ઈનિંગની 14મી ઓવર નાખી છે. જેમાં મુકેશે 6 રન આપ્યા છે.
106/5 (13 ઓવર)- ભારતને 5મી સફળતા યુઝવેન્દ્ર ચહલે અપાવી છે. ચહલે 4 રન આપીને શાઈ હોપને આઉટ કર્યો છે. શાઈ હોપ 29 બોલમાં 45 રન કરીને આઉટ થયો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે હેટમાયર અને રોમારિયો શેફર્ડ બેટિંગ કરી રહ્યા છે.
102/4 (12 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી ચોથી T-20 મેચમાં 12 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 12 ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝે 4 વિકેટના નુકસાને 102 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડીઝ તરફથી અત્યારે 26 બોલમાં 43 રન કરીને શાઈ હોપ બેટિંગ કરી રહ્યો છે. સાથે 17 બોલમાં 22 રન કરીને હેટમાયર પણ બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, અર્શદીપે 2 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી છે, જ્યારે કુલદીપ યાદવે 3 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી છે.
88/4 (11 ઓવર)-કુલદીપ યાદેવ ભારતીય ટીમ તરફથી 11મી ઓવર નાખી છે. જેમાં કુલદીપે 1 ફોર સાથે 9 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડીઝનો ખેલાડી શાઈ હોપ અત્યારે આક્રામત રીતે બેટિંગ કરી રહ્યો છે.
79/4 (10 ઓવર)- યુઝવેન્દ્ર ચહલ થોડો મોંઘો સાબિત થયો છે. ચહલે આ ઓવરમાં એક ફોર અને 1 સિક્સ સાથે 14 રન આપ્યા છે.
65/4 (9 ઓવર)- કુલદીપે પોતાની બીજી અને ઈનિંગની 9મી ઓવર નાખી છે. જેમાં કુલદીપે માત્ર 3 રન આપ્યા છે.
62/4 (8 ઓવર)- યુઝવેન્દ્ર ચહલ બોલિંગ નાખવા આવ્યો છે. આ ઓવરમાં ચહલે 5 રન આપ્યા છે.
57/4- (7 ઓવર)- કુલદીપે યાદવે પોતાની પ્રથમ ઓવરમાં વેસ્ટ ઈન્ડીઝના 2 ખેલાડીને આઉટ કર્યા છે. કુલદીપે નિકોલસ પૂરન અને વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન રોવમેન પોવેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. જેથી હવે વેસ્ટ ઈન્ડીઝ માટે શાઈ હોપ અને હેટમાયર બેટિંગ કરી રહ્યા છે.
55/2- (6 ઓવર)- અર્શદીપ સિંહે ભારતીય ટીમને બીજી સફળતા અપાવી છે. અર્શદીપે 16 બોલમાં 18 રન કરનારા બ્રેંડન કિંગને આઉટ કર્યો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે શાઈ હોપ અને નિકોલસ પૂરન બેટિંગ કરી રહ્યા છે.
48/1- (5 ઓવર)- અક્ષર પટેલે ઈનિંગની 5મી ઓવરમાં 12 રન આપ્યા છે. જેમાં એક ફોન અને 1 સિક્સ પણ સામેલ છે. જેથી 5 ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર એક વિકેટના નુકસાને 48 રન થયો છે.
36/1- (4 ઓવર)- યુઝવેન્દ્ર ચહલ પોતાની પ્રથમ ઓવરમાં થોડા મોંઘા સાબિત થયા છે. ચહલે પોતની પ્રથમ અને ઈનિંગની ચોથી ઓવરમાં 13 રન આપ્યા છે.
23/1- (3 ઓવર)- અક્ષર પટેલે પોતાની બીજી ઓવરમાં માત્ર 4 રન આપ્યા છે. પ્રથમ ઓવરમાં અક્ષરે 14 રન આપ્યા હતા
19/1- (2 ઓવર)- અર્શદીપે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. અર્શદીપે 7 બોલમાં 17 રન કરનારા કાયલ મેયર્સને આઉટ કર્યો છે. જેથી અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે બ્રેંડન કિંગ અને શાઈ હોપ બેટિંગ કરી રહ્યા છે.
14/0- (1 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ચોથી T-20 મેચની પ્રથમ ઓવર અક્ષર પટેલે નાખી છે. અક્ષરે આ ઓવરમાં 14 રન આપ્યા છે. વેસ્ટ ઈન્ડીઝ માટે બ્રેંડન કિંગ અને કાયલ મેયર્સ બેટિંગ કરી રહ્યા છે.
વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T-20 સીરિઝની ચોથી મેચ માટે ટોસ થયો છે. આ ટોસ વેસ્ટ ઈન્ડીઝે જીત્યો છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ફ્લોરિડાના લોડરહિલમાં રમવામાં આવશે. આ અગાઉ બંને દેશ વચ્ચે 3 T-20 મેચ રમવામાં આવી હતી. જેમાં 2 મેચમાં વેસ્ટ ઈન્ડીઝની અને 1 મેચમાં ભારતની જીત થઈ છે. વેસ્ટ ઈન્ડીઝ એક મેચ 4 રને જીત્યું હતું, જ્યારે બીજી મેચ 2 વિકેટે જીત્યું હતું. સાથે ભારત ત્રીજી T-20 મેચમાં 7 વિકેટે જીત્યું હતું.
ટીમ ઈન્ડિયા માટે બેટિંગ ચિંતાનો વિષય
ટીમ ઈન્ડિયા માટે અત્યારે બેટિંગ ચિંતાનો વિષય છે. ઓપનર શુભમન ગિલ અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે. શુભમને 3 T20 મેચમાં માત્ર 16 રન બનાવ્યા છે. જેમાં 2 ફોર પણ સામેલ છે. સંજૂ સેમસન પણ કંઈ ખાસ કરી શક્યો નથી. સેમસને 3 મેચમાં 19 રન બનાવ્યા છે. ઈશાન કિશને 2 મેચમાં 33 રન બનાવ્યા છે. જેથી તેમના સ્થાને યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી હતી, પરંતુ જયસ્વાલ પણ માત્ર 1 રનમાં આઉટ થયો હતો.
આ ખેલાડીઓ પર રહેશે નજર
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાનારી ચોથી T-20 મેચમાં યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસનના પ્રદર્શન પર તમામની નજર રહેશે. ટીમ ઈન્ડિયાના આ ત્રણેય ખેલાડી વિસ્ફોટક રીતે બેટિંગ કરવા માટે પ્રખ્યાત છે. સાથે વેસ્ટ ઈન્ડીઝની ટીમના જોનસન ચાર્લ્સ, નિકોલસ પૂરન અને કેપ્ટન રોવમેન પોવેલ પર ફેન્સની નજર રહેશે.
પિચ રિપોર્ટ
ફ્લોરિયાના આ સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે ખુબ ફાયદાકાર રહે છે. આ પિચ પર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ મેદાન પર કોઈ પણ ટાર્ગેટનો પીછો કરી શકાય છે.

પ્રથમ 2 મેચમાં વેસ્ટ ઈન્ડીઝની થઈ જીત
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 સીરિઝની શરૂઆતની બંને મેચમાં વેસ્ટ ઈન્ડીઝની જીત થઈ છે. પ્રથમ મેચમાં મેજબાન વેસ્ટ ઈન્ડીઝે 4 રને મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝની 2 વિકેટે જીત થઈ છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં 2-0થી આગળ થયું છે.
ત્રીજી મેચમાં ભારતીય ટીમની 7 વિકેટે જીત
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 સીરિઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી 20 ઓવર બાદ 5 વિકેટના નુકસાને વેસ્ટ ઈન્ડીઝે 159 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારત માટે સૌથી વધુ 83 રન સૂર્યકુમાર યાદવે કર્યા હતા, જ્યારે તિલક વર્માએ 37 બોલમાં અણનમ 49 રનની ઈનિંગ રમી હતી.

ભારતીય ટીમે આજની મેચ જીતવી પડશે
આ T-20 સીરિઝને જીવીત રાખવા માટે ભારતીય ટીમે કોઈ પણ સંજોગોમાં આજની મેચ જીતવી પડશે. ભારતીય ટીમે આજે મેચ જીતશે, તો આ સીરિઝ જીવંત રહેશે. જો ભારતીય ટીમ આજની મેચ હારશે, તો ભારતીય ટીમ મેચ હારવા સાથે સીરિઝ પણ ગુમાવશે.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન -
ભારત- શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ,સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સંજૂ સેમસન(વિકેટકીપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ
વેસ્ટ ઈન્ડીઝ- બ્રેંડન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન(વિકેટકીપર), રોવમેન પોવેલ(કેપ્ટન), શિમરન હેટમાયર , જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ હુસેન, ઓબેદ મેકકોય.













