- આજે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ચોથી T-20 મેચ
- મેચ પહેલાં બોલિંગ કોચનું મોટું નિવેદન
- તિલક અને જયસ્વાલ કરી શકે છે બોલિંગ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યારે 5 મેચની T-20 સીરિઝ રમાઈ રહી છે. જેની ચોથી મેચ આજે રમવામાં આવશે. ભારતના યુવા બેટ્સમેન તિલક વર્માએ આ પહેલાં રમવામાં આવેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારે ટીમના બોલિંગ કોચ પારસ મ્હાબ્રેએ દિલચસ્પ નિવેદન આપ્યું છે. તે તિલક અને યશસ્વીને બોલિંગ કરતા જોવા માંગે છે.
બોલિંગ કોચે બંને ખેલાડીની કરી પ્રશંસા
પારસે આ બંને ખેલાડીઓની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, હું જયસ્વાલ અને તિલકને અંડર-19થી જોતો આવ્યો છું. આ બંને સારી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમારી પાસે આવો વિકલ્પ હોય, તો તે ટીમ માટે સારૂં છે. મને આશા છે કે, આપણે આ બંને ખેલાડીઓને બોલિંગ કરતા જોવા મળશે. અમે આ મુદ્દે કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ આવું થતા થોડો સમય લાગશે. આપણે ઓછામાં ઓછી એક ઓવરની બોલિંગ તો જોઈ શકશું.
તિલક વર્માનું પ્રદર્શન
તિલક વર્માએ અત્યાર સુધી ભારત માટે સારૂં પ્રદર્શન કર્યું છે. તેમણે 3 T-20 મેચમાં 139 રન બનાવ્યા છે. જેમાં ફિફ્ટી પણ સામેલ છે. તિલકે લિસ્ટ એના 25 મેચમાં 1 હજાર 236 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તિલકે 5 સદી અને 5 ફિફ્ટી ફટકારી છે. તેમણે લિસ્ટ એમાં 8 વિકેટ પણ લીધી છે. તિલકે ફર્સ્ટ ક્લાસ મેચમાં 523 રન બનાવ્યા છે. જેમાં તેમણે 3 વિકેટ પણ લીધી છે.
યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન
યશસ્વી જયસ્વાલ ભારત માટે 2 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં તેણે 266 રન બનાવ્યા છે. જયસ્વાલ એક T-20 મેચ પણ રમ્યો છે. યશસ્વી લિસ્ટ એમાં 32 મેચ રમ્યો છે. જેમાં 1 હજાર 511 રન બનાવ્યા છે. જેમાં જયસ્વાલે 7 વિકેટ પણ લીધી છે.