• ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ચોથી ટી20માં અમેઝિંગ ડ્રામા જોવા મળ્યો
  • ખલીલ અહેમદની એક ઓવરમાં એક બોલ પર 12 રન બન્યા
  • આ ઓવરમાં અમ્પાયર પણ કન્ફ્યુઝ થઈ ગયા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ઘણી વખત ટોસ દરમિયાન કંઈક ભૂલી જતા જોયા હશે. રોહિત ક્યારેક ભૂલી જાય છે કે તેને બેટિંગ પસંદ કરવી હતી કે બોલિંગ. તો ક્યારેક તેઓ ટીમના ખેલાડીઓના નામ ભૂલી જાય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ અમ્પાયરને કંઈક ભૂલી જતા જોયા છે?

થોડો સમય રોકવામાં આવી રમત

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી ચોથી ટી20 મેચમાં અમ્પાયર સાથે એક અદ્ભુત ડ્રામા થયો. તે ભૂલી ગયો કે ઓવરમાં કેટલા બોલ બાકી હતા. જેના કારણે થોડો સમય રમત રોકી દેવામાં આવી હતી.

ખલીલ અહેમદની ઓવરમાં એક બોલ પર 12 રન આવ્યા

આ દ્રશ્ય 17મી ઓવરમાં જોવા મળ્યું હતું. ખલીલ અહેમદના પહેલો બોલ પર ડીયોન મેયર્સે 2 રન લીધા હતા. બીજા બોલ પર તેને એક રન લીધો અને સિકંદર રઝાને સ્ટ્રાઈક આપી. ત્રીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો તેથી તેને વાઈડ આપવામાં આવ્યો. આ પછી, જ્યારે ત્રીજો બોલ ફરીથી ફેંકવામાં આવ્યો, ત્યારે તે નો બોલ બની ગયો. જેના પર રઝાએ ચોગ્ગો માર્યો હતો. આ પછી રઝાએ ફ્રી હિટ પર સિક્સર ફટકારી હતી. એટલે કે એક બોલ પર 12 રન બનાવ્યા.

આ રીતે થયું કન્ફ્યુઝન

રઝાએ ચોથા પર એક રન લીધો હતો. મેયર્સે પાંચમાં એક રન સાથે રઝાને સ્ટ્રાઈક આપી દીધી, પણ શું? અમ્પાયરે ઓવર સમાપ્ત કરવાનું કહ્યું. આને લઈને જોરદાર કન્ફ્યુઝન થયું હતું. અમ્પાયર ખલીલ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી તેને કન્ફર્મ કર્યું કે ઓવર પૂરી થઈ ગઈ છે કે નહીં, પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ ઓવરમાં અત્યાર સુધી માત્ર 5 બોલ જ નાખવામાં આવ્યા છે, ત્યારે ખલીલને છઠ્ઠો બોલ ફેંકવાનું કહેવામાં આવ્યું. પછી આ લાંબી ઓવરનો અંત આવ્યો. રઝાએ છઠ્ઠા બોલમાં એક રન લીધો હતો. આ રીતે આ ઓવરમાં કુલ 8 બોલ ફેંકાયા હતા. જેના પર 18 રન બનાવ્યા હતા. પરંતુ આ ઓવર પછી ખલીલે સારી બોલિંગ કરી હતી. તેને કુલ 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. ખલીલે 20મી ઓવરમાં ડીયોન મેયર્સ અને ક્લાઈવ મદાંડેની વિકેટ લીધી હતી.

Image - X

  • Follow us on: